મોટી દુર્ઘટના કે આઘાત પછી થતી માનસિક બિમારી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)

નિયતી ચીસો પાડીને તેના ઘરના સભ્યોને ઉંઘમાંથી ઉઠાડી રહી છે. “ભાગો ભૂકંપ આવ્યો છે. જલ્દી ઉઠો. તમે લોકો કેમ ઉઠતા નથી ?”

નિયતી પથારીમાંથી અચાનક બેઠી થઈ જાય છે અને પોતાને આવેલા આ ભયાનક સ્વપ્નની વાત કરતા કરતા રડવા લાગે છે. છ વ્વીસ જાન્યુઆરીના ભયાનક ધરતીકંપને લીધે નિયતીના ઘરમાં ઘણું જ નુકસાન થયેલ. ત્યારબાદ નિયતીનું વર્તન તદ્દન બદલાય ગયું છે. તે કોઈપણ વાતમાં રસ નથી લેતી, ગુસ્સો કરે છે, ઉંઘમાં તકલીફ પડે છે, ભૂકંપ ને લગતી કોઈપણ વાતથી દૂર રહેવાની કોશિષ કરે છે, તેને તેનું ભવિષ્ય અંધકારમય લાગે છે.

કોઈપણ એવી દુર્ઘટના કે જેમાં કોઈપણ માણસને મોટો આઘાત લાગે જેવી કે ધરતીકંપ, વાવાઝોડું, બળાત્કાર, હુમલો કે કોઈ મોટો અકસ્માત પછી ઉપરોક્ત પ્રકારની બિમારી થઈ શકે છે. આ બિમારીને “પોસ્ટ ટ્રોમેટેકસ્ટ્રેસડિસ ઓર્ડર”(PTSD) કહેવામાં આવે છે.

ઉપરોક્ત કેસમાં જણાવ્યા સિવાયના પણ ઘણા ચિન્હો આ રોગમાં જોવા મળે છે. જેવાંકે સતત દુર્ઘટનાનાવિચારો આવવા, દુર્ઘટના સમયનાચિત્રો સતત દેખાવા, ભયાનકદુ:સ્વપ્ન આવવા, વારંવાર દુર્ઘટનાને લગતા અવાજો સંભળાવા, શરીરનાવિવિધ ભાગમાં દુખાવો થવો, ઘટના સમયનીયાદદાસ્ત ન હોવી, એવી જગ્યા, વસ્તુ કે વ્યકત કે જે દુર્ઘટના સાથે સંબંધ ધરાવે તેનાથી સતત દૂર રહેવાની કોશિષ કરવી, બેચેની, ઉદાસી, કામમાં રસન લેવો, સામાન્યવાતમાં ગુસ્સો કરવો વિગેરે જેવા લક્ષણો પણ હોઈ શકે છે.

આ બિમારી થવાના કારણોની તપાસ કરીએ તો મગજના અંતઃસ્ત્રાવોમાં થતી વધઘટ, શરીરની નર્વ સસિસ્ટમ વધુપડતી એકટીવેટ થવી, સ્લીપ સાયકલ (ઉંઘનું ચક્ર)માં તકલીફ જેવા કારણો જવાબદાર છે. નીચે મુજબની વ્યકિતઓમાં આ બિમારી થવાની શક્યતા વધારે છે.

(૧) બાળપણમાં મોટો આઘાત.

(૨) કુટુંબમાં કોઈને માનસિક બિમારી.

(૩) કૌટુંબિક અને સામાજીક મદદનો અભાવ.

(૪) વારંવાર મોટી દુર્ઘટનાનો સામનો.

(૫) વ્યસન દા.ત. દારૂ, અફીણ, બ્રાઉનસ્યુગર.

(૬) કેટલીક સ્વભાવગત તકલીફ દા.ત. બીજા ઉપર વધારે પડતો

આધાર રાખવો. સારવારની વાત કરીએ તો તેની નર્વસ સિસ્ટમ શાંત થવા માટે અને અંદરના કેમીકલની વધઘટ ને દૂર કરવા માટે દવાઓ આપવામાં આવે છે. જેવીકે એન્ટિડિપ્રેસન્ટ, એક્ઝિ્યોલાયટક, બિટાબ્લોકર વિગેરે. આ સિવાય બિહેવિયર થેરાપી, સાયફોડાયનેમિક સાયકોથેરાપી, ફેમિલી થેરાપી જેવી માનસિક રોગની વાતચીત અને વર્તનને લગતી સારવાર મનોચિકિત્સક પાસે કરાવવી જોઇએ.

આટલું જરૂર કરો.

-શક્ય તેટલું દર્દી બીજા ઉપર અવલંબત ન રહે તેનું ધ્યાન રાખો.

-દુર્ઘટનાના ખોટા ખ્યાલો અને શંકાનું નિવારણ કરો.

-તેનામાં વિશ્વાસ ઉત્પન્ન કરો.

-ચિંતાજનક વાતાવરણમાંથી તેને દૂર કરો.

-દુર્ઘટના વિશે વાત કરવા માટે તેને પ્રોત્સાહિત કરો.

-સગા-સંબંધી, મિત્ર કે સામાજીક સંસ્થાની મદદ લો.

-તેના ભવિષ્ય વિશે તેની સાથે સુર્યા કરો.

-શક્ય તેટલી ઝડપથી તેને કાર્યરત કરો.

Leave a Comment