શું દવાઓથી બુધ્ધિશક્તિ વધી શકે?

તેજસના મમ્મી-પપ્પામારી પાસે આવીને ફરીયાદ કરે છે કે “સાહેબ, તેજસ ભણવામાં સાવ ઠોઠ છે, સ્કૂલમાં છેલ્લા બે વર્ષથી ૩૫% માર્કસ સાથે પરાણે પાસ થાય છે અને તેના વર્ગીશક્ષક વારંવાર અમને બોલાવીને તેના વિશે કમ્પ્લેન‍ કરે છે. અમે તો ઘણી દેશી-વિલાયતીહોમીયોપેથી દવાઓ કરી જોઇ. પરંતુ, તેની બુધ્ધિમાં કંઈ ફર્ક નથી પડતો. હવે કંટાળીને અમો તમારી પાસે આવ્યા છીએ.”

તેજસની વિગતે તપાસ કરતાં જાણવા તેનો બુદ્ધિ આંક (IQ) આશરે ६० (સાંઈઠ) જેવો છે. સામાન્ય રીતે આવા ઓછા IQનાં બાળકો ભણવામાં બહુ આગળ નથી આવી શકતાં. તેઓને મહા મહેનત પછી થોડું લખતા-વાંચતા અને ગણતરી કરતાં આવડતું હોય છે.

એલોપેથી, આયુર્વેદ-હોમિયોપેથી વિગેરેમાં બુધ્ધિશક્તિ (યાદશત) વધારવા માટેની હજારો દવાઓ આવતી હોય છે, પરંતુ કોઈપણ દવા લેવાથી કયારેય તાવની ટીકડી લેવાથી તાવ ઉતરી જાય તેવું ચમત્કારિક પરિણામ આવતું નથી હોતું. આ બધી દવાઓ માત્ર એક ટેકારૂપ સાબિત થતી હોય છે. પહેલેથી જ જેઓની યાદશકિત ઓછી છે (બાળપણથી) તેવા લોકોમાં આવી દવાઓની અસર નહિ જેવી હોય છે. હા, જે લોકોમાં કોઈ તકલીફ કે કસડન્ટ પછી યાદશક્તિ ચાલી જાય છે તેમાં અમુક પ્રકારની દવાઓ કારગત નિવડતી હોય છે.

ઘણી વખત મંદબુદ્ધિનાં આવા વ્યકિતઓમાં તેના સગાંઓ બદામ ખૂબ જ ખવરાવતા હોય છે. વાસ્તવમાં બદામ ખાવાથી કયારેય બુધ્ધિ શક્તિ વધતી નથી. બદામનાં ભાવ વધે છે પણ બુધ્ધ નહ. જો ખરેખર આવું હોયતો શ્રીમંત-પૈસાદારનાં છોકરાઓ હંમેશા બોર્ડમાં પ્રથમ દસમાં આવતાં હોત.

સામાન્યરીતે બુધ્ધિ એ વારસામાં આવતી વસ્તુ છે. ગુજરાતીમાં કહેવત છે “કુવામાં હોય તો હવાડામાં આવે” જો તેના માતા-પિતા ખૂબ બુધ્ધિશાળી હોય તો તેના સંતાનોમાં પણ તેનો વારસો આવી શકે છે. (પરંતુ આવું દરેક વખતે જરૂરી નથી હોતું) આ સિવાય બુધ્ધિનાં વધારા માટે ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે. જેવા કે, આજુ-બાજુનું વાતાવરણ, મનન, ચિંતન, યોગ, સ્કૂલનું શિક્ષણ વગેરે. ઓછાં બુધ્ધઆંક (IQ) વાળા વ્યક્તિને યોગ્ય ઉંમરેમનોચિકિત્સકની સલાહ લઈને યોગ્ય ટ્રેઈનિંગ આપવામાં આવે તો તેની કાર્યશક્તિમાં જરૂરથી ફેર પડતો હોયછે.

આમ, બુદ્ધિ વધારવાનાં અલગ-અલગ નુસખાઓ કરવા કે બદામ ખાવાને બદલે જે તે વ્યક્તિને જો તેને ‘ઉંમરનાં પ્રમાણમાં યોગ્ય ટ્રેઇનીંગ આપવામાં આવે અને બિહેવિયર થેરાપી (વર્તણૂંકની સારવાર) કરવામાં આવે તો ઘણું સારું પરિણામ મળી શકતું હોય છે. મંદબુદ્ધિની આવી વ્યકિતઓને સામાન્ય પ્રવાહમાં જોડી ખરેખર તો જે તે વ્યક્તિને તેના બુદ્ધિઆંક પ્રમાણેનું કામ સોંપવું જોઈએ. જેનાથી લઈને તેની પાસેથી આપણે પુરતી કેપેસીટીથી તેને વધુ પડતું ટેન્શન આપ્યા વગર વધુ કામ લઇ શકીએ.

Leave a Comment