સાયબર સેકસ અને માનસિક બિમારી

નવા જમાનાની નવી ભેટ“સાયબર સેકસ’. મેટ્રો કલ્ચરની જેમ ધીમે ધીમે અનેક નાના-મોટા શહેરોમાં પણ હવે આ સમસ્યા દેખાવા લાગી છે. એમ.એ.માં અભ્યાસ કરતા દેવાંશની વાત કરીએ તો ઘણા સમયથી તે નિયમિત સાયબર કાફેની મુલાકાત લે છે. માતા-પિતાને એમ કે જમાના પ્રમાણે કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું જોઈએ એટલે વધુ પુછતાછ નથી કરતાં, પરંતુ દેવાંશ જ્યારે તેના લસ્તવિશે પૂછવામાં આવે છે તો ઘસીને ના પાડી દે છે.

છેલ્લા ઘણા વખતથી દેવાંશનું વર્તન બદલાવા માંડ્યું છે. તે લઘુતાગ્રંથીથી પીડાવા લાગ્યો છે. સતત તેને અસલામતિની ભાવના લાગે છે. ડર, બીક, ગભરાટતેનામાં પેસી ગયો છે. લોકો કે સમાજ સાથે હળવા મળવાનું ઓછું કરી દીધું છે. તેની સાથે ઉંડાણથી વાત કરતાં તે કોમ્પ્યુટર પોર્નોગ્રાફિકવિગેરે વિષે વાત કરે છે.

ઈન્ટનેટનાં આશિર્વાદ સાથે-સાથે સાયબર-સેકસ, વિડીયો ગેઇમનું વળગણ જેવાં કેસીસ પણ વધતાં જાય છે. સાયબર-કાફેનાં સર્ફીંગ માટે જતાં ૧૮થી૩૦વર્ષનાં યુવાનો-યુવતીઓમાં આશરે ૫૦ ટકા જેટલી વ્યકિતઓ પોર્નોગ્રાફિક સાઈટ્સ (સેકસને લગતી) જેવી, લાઇવ ચેટિંગ (બિભત્સ વાતો કરવી) અને હવે તો વેબ કેમેરા દ્વારા એક બીજાને જોઈ પણ શકે છે એટલે આવું અશ્લિલ ચેટિંગ કરતી વખતે આવા લોકો ભાન ભૂલી જતા હોય છે. એવું જરૂરી નથી કે માત્ર યુવાનો જ આવી સાઇટ્સ જોતા હોય છે. પરંતુ ૪૦થી ઉપરની ઘણી વ્યકિતઓ પણ આવી સાઇટ્સની શોખીન હોય છે.

વધુ પડતી પોર્નોગ્રાફિકસ સાઇટ્સ જોવાથી તમારૂ મગજ સતત સેકસને લગતું જ વિચારે રાખે છે. તમને તમારા કામમાં જરાપણ રસ જાગતો નથી. રચનાત્મકતા મરી પરવારે છે અને મગજના કેમિકલનાં સંતુલનમાં વિક્ષેપ પડતાં બેચેની ઉદાસી, ગુસ્સો, હિંસકતા, ચપળતાનો અભાવ, નિષ્ક્રિયતા, અસલામત, સેકસને લગતાં સતત વિચારો આવવા, જેવી તકલીફો શરૂ થઈ જતી હોય છે.

પોર્નોગ્રાફિકસ સાઇટ્સ કે સાયબર સેકસ જેવી વસ્તુ વિદેશમાં સ્વીકાર્યું છે કારણ કે ત્યાંનું વાતાવરણ પણ સંકુચિત નથી અને તે લોકો સેકસને પાપ તરીકેનથી જોતા, જ્યારે આપણી ભારતીય સમાજ સંકુચિત સમાજ છે એટલે તમારૂ મન જે વિચારે છે તે સમાજ સ્વીકારતો નથી એટલે આવી ગડમથલમાં આખરે તમો માળંસકબિમારીનો ભોગ બની શકો છો.

જે લોકો વધુ પડતો કોમ્પ્યુટરનો ઉપયોગ કરતાં હોય, વારંવાર સાયબર કાફેની મુલાકાત લેતા હોય, યુવાન હોય, તેના વર્તનમાં જો થોડા સમયથી કંઈ ફેરફાર લાગતો હોય તો તેનાં મા-બાપે ચેતી જવું જોઈએ અને તેના વિશે ઉંડાણથી માહિતી મેળવવી જોઈએ. આપણી સરકાર પણ આવી સાઈટ્સ ઉપર પ્રતિબંધ મૂકીને આપણા યુવાધનને આવા રસ્તે બરબાદ થતું બચાવી શકે છે.

Leave a Comment