ડિપ્રેશન-અસાધ્ય નથી

છેલ્લા વીસ વર્ષથી થતા વૈજ્ઞાનિક સંશોધ ન ને લીધે ડિપ્રેશનની આધુનિક સારવાર ઘણી જ ઉપયોગી અને ઝ ડપી હોય છે. જો વ્યર્વાસ્થિત રીતે મનોચિકિત્સક પાસે સારવાર કરાવવામાં સાવે તો ૭૫ થી ૯૦ ટકા દર્દી સારા થઇ જતા હોય છે. હાલના સંજોગોમાં ડિપ્રેશન એ અસાધ્ય રોગ નથી. સતત થતા સંશોધનને લીધે ઘણી જ દવાઓ અને અલગ અલગ સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ છે.

એન્ટિ ડી પ્રેસન્ટ દવાઓઃ

અગાઉ આપણે જોયું તેમ ડિપ્રેશન થવાનું મુખ્ય કારણ મગજમાં થતા ન્યુરોટ્રાન્સમિટર્સની વધઘટ છે. મોટા ભાગની એન્ટડિપ્રેસન્ટ દવાઓ આ ન્યુરોટ્રાન્સમિટર્સની વધઘટને કાબુમાં રાખે છે. સામાન્ય રીતે આ દવાઓ શરૂ કર્યા પછી બે થી ત્રણ અઠવાડીયા બાદ તબિયતમાં સુધારો જણાય છે. મોટા ભાગના દર્દીઓએ આ દવાઓનો કોર્સ 3 થી ૬ મહિના કરવો જરૂરી છે. જો કે આ દવાઓનું વ્યસન થઈ જાય છે તે તદ્દન ખોટી વાત છે. હાલમાં આપણે ત્યાં ઈમપ્રા મિન, એમિટ્રિપ્ટીલીન, ફલુઓકસે ટીન જેવી જૂની દવાઓથી માંડીને તદ્દન નવી દવાઓ જેવી કે બ્યુપ્રોપિઓન, મોકલોબેલાઈs, પેરો કઝેટીન વગેરે પણ ઉપલબ્ધ છે.

દવાઓ શરૂ કરતા પહેલા દર્દી તથા તેના સગાએ મનોચિંફિત્સક પાસે દવાની અસર આડઅસર વિશે વિગતે જાણી લેવું જોઈએ.

ઈ.સી.ટી. (શેક, શોક થેરાપી):

ઘણા દર્દીઓમાં જ્યારે દવાઓની અસર ન થતી હોય કે દવાઓની વધુ પ ડતી આડઅસર થતી હોય, વધુ ઉંમરની (વૃદધુ) વ્યકત વિગેરેમાં ઇ.સી.ટી. ખૂબ જ ઉપયોગી સારવાર છે. આ સારવારથી કોઈ જ નુકશાન નથી. કમભાગ્યે આપણા સમાજમાં શેક કે શોક થેરાપી વિશે ખૂબ જ ગેરસમજ પ્રવર્તે છે. આમ જોઈએ તો તેનાથી કોઈ જ નુકશાન થતું નથી..

ઈ.સી.ટી.માં સહુપ્રથમ જનરલ એનેસ્થેસિયા આપ્યા બાદ શરીરમાંબ્રિફ પલ્સ પસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે દર્દીની તાસીર તથા દઈની તીવ્રતાના આધારે એકથી છ ઈ.સી.ટી. અપાતા હોય છે. ઈ.સી.ટી. આપ્યા બાદ અમુક દર્દીઓમાં એકાદ-બે અઠવાડિયા સુધી નજીકળીયાદર્શકતમાં તકલીફ જોવા મળતી હોય છે.

સાયકોથેરાપી :

વાતચીત દ્વારા થતી આ સારવારમાં દર્દીની લાગણીઓને સમજવામાં આવે છે અને તેના વ્યંકતત્વમાં રહેલી ખામીઓને દૂર કરવાની કોશિષ કરવામાં આવે છે.

યાદ રાખો…

(૧) સામાન્ય રીતે થતાં મૂSના ફેરફારો, નિરાશા, કંટાળાને શરૂઆતના તબકકામાં ઓળખો અને તેની યોગ્ય સારવાર લો.

(૨) પોતાની ખૂબીઓ અને મર્યાદાને સ્વીકારો.

(૩) ખાવાની જે મ વધુ પડતી પ્રવૃત્તિઓની બાબતમાં પણ અકરાંતિયાપણાથી દુર રહો.

(૪) અનેકવિધ પ્રવૃત્તિ જેવી કે વાંચન, પર્વતારોહણ, મ્યુઝીક, પેઈન્ટીંગ, રમતગમતનો શોખ કેળવો.

(૫) હતાશ દર્દીની લાગણીમાં તણાય ન જાવ, તેને સતત પ્રોત્સાહન પૂરૂં પાડો.

(૬) ડિપ્રેશન દરમ્યાન મહત્વનો નિર્ણય લેવાનું ટાળો.

(૭) દારૂ, અફીણ, ચરસ, પાન, બીડીથી દૂર રહો.

(૮) બીમારીનો સ્વિકાર કરો. હતાશા એ અસ્થાયી મનોદશા છે એ ગાંડપણ નથી. સમયસરની સારવારથી સંપૂર્ણ બહાર આવી શકાય છે.

Leave a Comment