કૌટુંબિક ટેન્શન મનોશારીરિક તકલીફો ઊભી કરી શકે છે.

વૈશાલીના કુટુંબમાં ફકત ચાર જ વ્યકત છે, પતિ-પત્ની અને તેના બે બાળકો. જ્યારે સંયુક્ત કુટુંબમાંથી અલગ થયા ત્યારે વૈશાલીએ રાહતનો દમ લોવેલ કે હવે કૌટુંબિક ઝઘડાઓ ટાળી શકાશે. શરૂઆતમાં તો તેને આનંદ આવતો. પરંતુ ધીરે ધીરે તેને એકલતાનો એહસાસ થવા લાગ્યો. તેનો પતિ રોજ સવારે સર્વીસ ઉપર જાય અને મોડી સાંજે આવે, થોડી વાતચીત થાય ત્યાં જમીને સુઈ જાય. બંન્ને બાળકો સવારે સ્કુલે જાય. બપોરે આવીને ટ્યુશનમાં જાય આમ આખો દિવસ લગભગ એકલી જ હોય. વળી તેને કોઈ શોખ પણ નહોતો. આથી ધીમે ધીમે તેને બેચેની ઉદાસી લાગવા માંડી, કોઇ કામમાં ચિત્ત ન લાગે, માથાનો દુઃખાવો થાય વિગેરે.

મનિષાનાંકેસની વાત કરીએ તો તે સંયુક્ત કુટુંબમાં રહે છે. દિયર-દેરાણી, જેઠ-જેઠાણી, સાસુ-સસરા, બે નણંદ અને બાળકો, સાસુ-નણંદ-દેરાણીજેઠાણી તમામ સાથે રહેતા હોવાથી હંમેશા કંઈક ને કંઈક ટેન્શન-ઝઘડા ચાલુ જ હોય. “આ વ્યક્તિકામ નથી કરતી”, “આ વ્યક્તિ આમ બોલે છે” વિગેરે. તેનોપતિસતતકામમાં રહેતો હોવાથી તેને એમ લાગે છે કે ઘરમાં મારૂકોઈજ નથી. ક્યારેક તો તેને એમ થાય છે કે ઘર છોડીને ક્યાંક ચાલી જાઉં. તે સતતટેન્શન-ચિંતામાં રહે છે. અલગ તગ પ્રકારની શારીરિકમાનસિકબિમારીનાં લક્ષણોનો ભોગ બની છે.

તાજેતરમાં સંશોધન ઉપરથી જાણવા મળ્યું છે કે મોટાભાગની માનસિક બિમારીનું કારણ ટેન્શન-ચિંતા-તણાવ હોય છે. આમાંનો એક પ્રકારનો તણાવ એ કૌટુંબિક બાબતોને લીધે થતો તણાવ છે. આપણે જાણીએ છીએ કે ભારતમાંથી હવે સંયુક્ત કુટુંબપ્રથા લગભગ લુપ્ત થઈ ગઈ છે. હવે તો માત્રતસ્વીરમાં સંયુકત કુટુંબ જોવા મળે છે. ઘણી વખત જો એક જ કુટુંબમાં ઘણી વ્યકિતઓ રહેતી હોય તો છાપા, અખબારમાં તેનો ફોટો આવે છે.

અગાઉ આપણે બંન્ને કેસમાં જોયું તેમ સંયુકત કે વિભકત કોઈપણ પ્રકારનું કુટુંબ હોય, તણાવ તો બન્નેમાં આવી શકે છે. ફરક માત્ર તણાવનાં પ્રકારમાં જ હોયછે.વિભકત કુટુંબમાં પણ કેટલાક ફાયદા ગેરફાયદા છે.

એક સર્વે પ્રમાણે કોઈ ચોક્કસ પ્રકારની કુટુંબપ્રથા મહત્વની નથી પરંતુ મહત્વનું એ છે કે કુટુંબનાં સભ્યો એકબીજાને કેટલા અનુરૂપ થાય તે છે? દરેક વ્રુકતએ પોત-પોતાની જવાબદારી સમજીને ચાલવું જોઈએ. અને એક બીજાનું માન-સન્માન જાળવવું જોઈએ. બે પેઢીની વચ્ચે સમય પ્રમાણે રહેણી-કરણી અને વિચારોમાં મતભેદ રહેવાની શક્યતા છે. તેને અનુલક્ષીને દરેક વ્યંકાએ રહેવું જોઈએ. દરેક વ્યક્તિએ તેની લાગણીઓ યોગ્ય વ્રુક્ત સામે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં પ્રર્શિત કરતા શીખવું જોઇએ.

કૌટુંબિક તણાવને લીધે કેટલીક માનસિક તેમજ મનોશારીરિક તકલીફો થઈ શકે છે. જેવી કે, હતાશા, ડીપ્રેશન, એસિડીટી, માથાનાં દુઃખાવો, ગભરામણ, લાંબા સમયનો કમર કે પેટનો દુઃખાવો, અલ્સર વિગેરે. ઘણી વખત એવું પણ બની શકે કે જે લોકોને માર્ગાસબિમારી છે તેઓને વારંવાર કૌટુંબિક તાણથી જે-તેબિમારી દવાથી કંટ્રોલમાં ન આવે અથવા તો વારંવાર ઉથલા મારે. આમ કૌટુંબિક વાતાવરણ માનસિક બિમારીમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તેવું કહી શકાય.

Leave a Comment