સલામ એવા સગા-સ્નેહીઓને

ગુણવંતભાઇને છેલ્લા ૨૦ વર્ષથી ક્રોનિક સ્કિઝોફ્રેનિયા(વિચારવાયુ, iડપણ) નામની માનસિક બિમારી છે. તેમાં તેમને ઉંઘ ન આવવી, ગુસ્સો કરવો, કુટુંબના સભ્યો ઉપર ખોટી ઍમ-શંકા કરવી, તોડફોડ કરવી, બોલરોલ કરવું, વસ્ત્રોનું ભાન ન રહેવું, કારણ વગર હસવું કે રડવું વગેરે જેવા લક્ષણો હોય છે. તે સતત ઘણા વર્ષોથી દવા-ઇંજેકશન ઇસીટી(શોક)ની સારવાર કરાવે છતાં પણ ક્યારેક આ બિમારી ઉથલા મારે છે.

આમ છતાં તેમના પત્ની હંમેશા ઉત્સાહથી તેમની સારવાર કરે છે. આટલામાં ઓછું હોય તેમ તેના નાના પુત્ર ગૌરાંગને પણ માનસિક બિમારી થતાં તેણે તેના પતિની સાથે તેના પુત્રની પણ સારવાર સાથે સંભાળ રાખવી પડે છે. એક જ કુટુંબમાં બબ્બે વ્યક્તિને માળંસકબિમારી હોય અને તેને સાથે હસતા રહીને સારવાર કરવી એ કોઈ નાનીસુની વાત નથી. શાંતાબેન કયારેય તેના ભુતકાળ કે વર્તમાનની વાત નથી કરતા. પરંતુ ભવિષ્યમાં ક્યારેક તો સારૂ થશે જ એવી આશાથી તે હંમેશા મારી પાસે આવે છે. ખરેખર આવાસણા-સ્નેહી ધન્યવાદને પાત્ર છે.

અન્ય એક સગા કૌશિકભાઈની વાત કરીએ તો તેમના પુત્ર ભાવેશને મંદબુધ્ધ છે કે જેમાં દર્દીનો જન્મજાત માનસિક વિકાસ ઓછો હોય છે. ચાલતાં, બોલતાં, બેસતાં, ઝાડો-પેશાબજતાં તેમોડું શીખે અથવા તો નથી શીખતા. ભાવેશની ઉંમર અત્યારે વીસેક વર્ષની છે. કૌશિકભાઈ સવારમાં ઉઠીને તેને ઝાડા-પેશાબ કરાવે છે, બ્રશ કરાવી, નાસ્તો કરાવી અને સ્નાન કરાવે છે. તે પોતે જાતે કપડા પણ નથી પહેરી શકતો. તે કોઈ કામ તો નથી જ કરતો પરંતુ લગભગ ઘરના દરેક વ્યક્તિને તેની સારસંભાળ લેવી પડે છે.

સમાજમાં એવા ઘણા ફિસ્સાઓ જોવા મળશે કે જેમાં શારીરિક ખોડખાંપણવાળા બાળકોની શાળજી તેના મા-બાપ લેતા હોય છે.પરંતુ માનસિક બિમારીવાળા દર્દીની સારવાર કરવી અને તે પણ અમુકકિસ્સામાં જીંદગીભર એ ખરેખર અઘરી વસ્તુ છે. ક્યારેક તેના સગાં જરૂર સાજા થશે એ આશાનાં કિરણમાં જ આ લોકો જીંદગીપર્યંત તેની સેવામાં ખર્ચી નાંખે છે.

ઘણા કિસ્સાઓ એવા પણ જોવા મળે છે કે જેમાં ઘરનાં કોઈ વ્યક્તિને માનસિકબિમારીથાયતો દરેક વ્યકત દર્દીને સતત સુચનો કર્યા કરે છે કે તું વિચારવાનું છોડી દે, ટેન્શન ન રાખ, પૈસાની ચિંતા ન કર, ધાર્મિક પુસ્તકો વાય, વિગેરે. કોઈક સગાતો વળી માનસિકબિમારી એટલે ઢોંગ જમાને છે અને ઠઠની સતત અવગણના કરે છે. આવા કિસ્સામાં દર્દીની દવાની રીતે સારવાર કરવા છતાં પણ તેને સારું નથી થતું હોતું.

આવા બધા કિસ્સાઓને દયાનમાં લેતા મનોચિકિત્સાની એક સારવાર પધ્ધતિ કે જેને ફેમિલિ થેરાપી કહેવામાં આવે છે. તે ખૂબ જ અગત્ય હોય છે. જેમાં સમગ્ર કુટુંબને એક સાથે બેસાડીને સંયુક્તપણે સારવાર કરવાનો ધ્યેય હોય છે.

Leave a Comment