આરોગ્ય જાગૃતિ એ જ તંદુરસ્તી

માનસિક બિમારી એટલે ગાંડપણ જ તેવું જરૂરી નથી. સાંઈઠ વર્ષના પ્રકાશભાઈને ડિપ્રેશન કે હતાશાની બિમારી માટે મારી પાસે લાવવામાં આવે છે. લગભગ ચારેક મહિના પહેલા તેના ૨૦ વર્ષીય પુત્ર હિતેન્દ્રએ આત્મહત્યા કરી પોતાની જીંદગી ટુંકાવી નાખ્યા બાદ તેમને આ હતાશાબેચેની રહેવા લાગે છે. તેઓ સતત તેમના પુત્રની આત્મહત્યા માટે પોતાને જ જવાબદાર ગણે છે. તેઓ સતત એક જ રટણ કરે છે કે જો હું તેને મનોચિકિત્સકની સારવાર માટે લઇ ગયો હોત તો તેને હું બચાવી શક્યો હોત. તે સતત આવા ગુનાહિત કૃત્યની લાગણીથી પીડાય છે. લોકો જ્યારે તેને સાંત્વન આપવાની કોશિષ કરે છે ત્યારે તે વધુ બેચેન બની જાય છે.

પ્રકાશભાઈનો પુત્ર હિતેન્દ્ર છેલ્લાં એકાદ વર્ષથી ‘મેજર ડિપ્રેશન’નો ભોગ બનેલ તેને સતત હતાશા, ઉદાસી, બેચેની, નિરસતા, રડવું, નકારાત્મક વિચારો અને વલણો, કોઈ જગ્યાએ નોકરીમાં સેટ ન થવું, આત્મહત્યાના વિચારો આવવા વગેરે જેવા લક્ષણો હતા. પ્રકાશભાઈના પત્ની એટલે કેહિતેન્દ્રના મમ્મીએ એક વખત કહ્યું હતું કે હિતેન્દ્રને આપણે કોઇ ખાસ માર્નાસિક રોગના ડોક્ટરને બતાવીએ તો સારું ! આ સાંભળી પ્રકાશભાઈ એકદમ ક્રોધમાં આવી કહેવા લાગેલ કે હિતેન્દ્રને વળી શેનું ડિપ્રેશન? તેને કોઈ ઘરનું ટેન્શન કે ચિંતા નથી.

વળી નથી કોઈ ઝગડો કે કમાવાની માથાકુટ. અને તે થોડો કાંઈ ગાંડો થઈ ગયો છે કે તેને માનસિક રોગના ડોક્ટરની સારવાર લેવાની જરૂર પડે? આમ પ્રકાશભાઇએ તેમની પત્નીની વાત ઉડાવી દઈ તે બાબતે લક્ષ આપ્યું નહીં. હવે આજે એવી Íરસ્થિતિ છે કે પ્રકાશભાઈ ખુદને જ પોતાને થયેલી માનસિક બિમારી માટે મનોહત્સકની સારવારની જરૂર પડી છે.

આપણા સમાજમાં સામાન્ય રીતે એવી માન્યતા છે કે માત્ર ગાંડપણ, તોફાન કે હિંસક વર્તન કરતા દર્દીઓને જ મનોચિંકત્સક ડોક્ટરની સારવાર લેવી જોઈએ. પરંતુ આજે એવી ઘણી બિમારીઓ છે કે જેમાં મનોકિત્સકની સલાહ સારવાર લેવી જરૂરી છે. જેવી કે આત્મહત્યાના વિચારો કેકોશષ, લાંબા સમયનો માથાનો કે શરીરનો દુઃખાવો, અનિદ્રા, હતાશા, ઉચાટ, ગભરાટ, ચિંતા, વ્યરવો કે ટેવો, ડર વગેરે.

ઉપરોકત મોટાભાગની તકલીફોમાં આપણે સામાન્યરીતે જે-તે રોગના નિષ્ણાંત ડોકટરને વારંવાર બતાવીએ છીએ. પરંતુ મનોચિકિત્સકની સલાહ લેતા આપણે ખચકાટ અનુભવીએ છીએ.

હિતેન્દ્રના કેસની વાત કરીએ તો જો તેને યોગ્ય સમયે સારવાર મળી હોત તો તેણે આત્મહત્યા ન કરી હોત. સામાન્યરીતે આત્મહત્યાના દસ કિસ્સામાંથી આશરે પાંચથી સાત વ્યકત કોઈને કોઈ માર્નાસિક બિમારીનો ભોગ બનેલી હોય છે. આવા દર્દીઓને જો દવા, મનોપચાર કે ઈલેકટ્રીક શોક થેરાપી (ઈસીટી) જેવી સારવાર આપવામાં આવે તો તેને સાજા કરી શકાય છે.

આજના ઝડપી અને હરિફાઈનાં જમાનામાંચિંતા, ટેન્શન, કાર્યભારણ, ઉતાવળ, વિવિધ સમસ્યાઓ વગેરેથી થતાં માર્તાસક રોગોની સારવાર માટે મનોચિકિત્સક પાસે જવું જરૂરી છે. એટલું જ નહીં પણ આવી માનસિક બિમારીઓ અટકાવવા નિયમિત મનોચિકિત્સકની સલાહ લેવી ખૂબ જ આવશ્યક બની છે.

Leave a Comment