વિષાદ-શોક-પશ્ચાતાપનો સામનો કઇ રીતે કરશો ?

દરેક માણસની જીંદગીમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે, ક્યારેક આ તો ક્યારેકવિષાદ, કભી ખુશી કભી ગમ.જીંદગીમાં જ્યારે કંઇકત ગુમાવી છોકૅપરાજયપામો છો ત્યારે તમારામાંવિપાદકે શોકની લાગણી થdી હોય છે. સમયપ્રમાણે આવિષાદ-શોક-હતાશા કે દુઃખની લાગણીને ઓળખવી જોઈએ અને તેમાંથી બહાર કેમ આવીશકાયતે પણ આપણે શીખવું જોઈએ. જ્યારે તમે તમારા સ્વજનો ગુમાવો, કોઈ મોટો આઘાત લાગે કે તમારી જીંદગીમાં મોટું પરિવર્તન આવે ત્યારે થતોવિષાદ-શોક સમય જતાં ઓછો થતો જાય છે અને ફરીવખત તમે નવા આશાળાકિરણ સાથે ભવિષ્ય તરફ મીટ માંડો છો.

જયારે તમારી ઉપર વિષાદનાં વાદળો ઘેરાય ત્યારે…

જ્યારે તમે કંઈક ગુમાવો છો ત્યારે એકલતા મહેસુસ કરો છો, હતાશા, બેચેની, કોઇ કામમાં રસ ન પડવો, અનિંદ્રા, ભવિષ્યની ખોટી ચિંતા થવી. ઘણી વખત તો એવું થાય કે હવે હું આ દુનિયામાં એકલો પડી ગયો છું, હવે મારૂં કોઈ નથી. કયારેક કોઇ આવિષાદમાંથી બહાર આવવાદારૂ-સિગારેટ જેવા વ્યસનનો ભોગ પણ બનતા હોય છે.

તમારા વિષાદ શોકને ઓળખો…

દરિયાનાં ભરતી-ઓટની જેમ વિષાદ પછી આનંદ આવતો જ હોય છે. જરૂર હોય છે માત્ર તમારા ઘેર્યની. સમય જતાં વિષાદને લીધે તમારામાં થયેલ શારીરિક, માનસિક અને લાગણીનાં ફેરફારો ઓછા થતા જાય છે.

શેનાથી વિષાદ-શોક થઈ શકે?

એવું જરૂરી નથી કે તમારી જીંદગીમાં બનતા આઘાતજનક બનાવોથી જ તમને વિષાદની લાગણી થાય. દા.ત.

  • સંબંધમાં ફેરફાર: લગ્ન, છૂટાછેડા, નવું બાળક, મિત્રતામાં ફેરફાર,
  • જીંદગીમાં મોટા ફેરફાર ?: તમારા પતિ/પત્ન, સગાનું મૃત્યુ, ગર્ભાવસ્થા.
  • આરોગ્યનાં ફેરફાર: પોતાને કે કૌટુંબિકસભ્યનીબિમારી કે ઇજા.
  • ધંધાકીય ફેરફાર: બેરોજગારી કે પ્રમોશન, બદલી/નિવૃત્તિ, અર્થક ખોટ, ક્યારેક એવું પણ બનતું હોય છે કે નાના નાના ફેરફારોને લીધે પણ વિષાદ થઈ શકે છે.

વિષાદ-શોકમાંથી બહાર કેવી રીતે આવશો ?

તમે ઘણી તરકીબોની મદદથી તમારા દુઃખને ઓછું કરી શકો. આ વિષાદ અને શોકનાં સમયમાં તમારે તમારી જાતની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. શક્ય હોય તો તમારા મિત્રને તમારી તકલીફવિશે જણાવી.

આટલું યાદ રાખો…

-તમારી મનની મુંઝવણ તમારા મિત્ર, સગા-સ્નેહીને જણાવો.

-એકલા રહેવાનું ટાળો.

-શક્ય તેટલાં ઝડપથી કાર્યરત થવાની કોશિષ કરો.

-જીંદગીમાં મોટા પરિવર્તન પછી વિષાદ-શોક આવે એ પ્રાકૃતિક વસ્તુ છે સમય જતાં ધીરેધીરે વિષાદ ઓછો થતો જાય છે.

-મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુનને પણ વિષાદ થયેલ. શ્રીકૃષ્ણ ગીતાનો ઉપદેશ આપી તેનો વિષાદ દૂર કરેલો.

-હળવી કસરત, મ્યુઝીક, રિલેકસેશન વિગેરે દ્વારા મનનું ટેન્શન હળવું કરો.

-જો બેચેની-ઉદાસી-હતાશા સામાન્ય કરતાં લાંબો સમય રહે તો મનોચિંકત્સકની સલાહ લો.

Leave a Comment