માનસિક બિમારીનાં દર્દીનાં સગાએ બિમારીનો સામનો કઇ રીતે કરવો?

ઘરનાં એકાદ વ્યક્તિને પણ જો માનસિકબિમારી હોયતો ઘણીવાર આખું ટુંબ તેની પાછળ હેરાન થતું હોય છે. વ્યક્તિનાં માતા-પિતા કે તેના સંતાનોને માટે આવી મનોરોગવ્યકત સાથેવું વર્તન કરવું કે તેની બિમારીનાં લક્ષણોને કઈ રીતે મૂલવવા તે મહત્વનું હોય છે. મોટાભાગના કેસમાં નાના સંતાનો કે પુખ્તવયનાં સંતાનોના ભાઈ-બહેન કે માતા-પિતાને જ્યારે માનસિક બિમારી હોય ત્યારે તે લોકોની જીંદગીમાં ધરમૂળથી ફેરફાર થઈ જતો હોય છે. ક્યારેક તો તે લોકો સતતગર, બિક, ફફડાટ અને હમણાં તેનાં સગાનાં વર્તનમાં કંઇક ફે રફાર થશે તેવી દહેશત તળે જીવતા હોય છે.

તેઓ બહારગામ ગયા હોયતો પણ તેઓને સતતૃચિંતા થતી હોય છે કે તેના સગાની મનોસ્થિતિ તો સારી હશે ને? પરંતુ સમય અને સંજોગો પ્રમાણે દરેક વ્યક્તિ આવી બિમારી અને તેના લક્ષણોનો સામનો કરતા શીખી જતી હોય છે. લાંબા સમયથી માનસિક બિમારીથી પિડાતા લોકોનાં મોટાભાગનાં સગાઓને બિમારીનાં ઉથલો મારવાના અથવા વધી જવાનાં લક્ષણોનો ખ્યાલ આવી જતો હોય છે.

અહીં એવી કેટલીક ટીપ્સ આપી છે કે જે સગાને માનસિક બિમારી સમજવામાં મદદરૂપ થઈ શકે.

(૧) જે-તે માનસિક બિમારી માટે કોઇને પણ દોષિત ન ગણાય.

(૨) માનસિક બિમારી દર્દીની સાથે તેના સગાને પણ અસર કરે છે, (માનસિક બિમારી ચેપી રોગ નથી).

(3) કુટુંબીજનોનાં ખૂબ જ પ્રયત્નો છતાં બિમારી વધી શકે છે.

(૪) માતા-પિતા કે સંતાન તરીકે બિમારીનો સામનો કરવો ખૂબ જ કઠિન છે.

(૫) જો તમને દર્દી પ્રત્યે અણગમો કે ધિક્કાર હોય તો તેનો મતલબ તમે વધુ પડતી લાગણી દર્શાવો છો.

(૬) દરેક વ્યકતબિમારીનો સ્વીકાર કરે તે સારી વસ્તુ છે, પરંતુ જરૂરી નથી.

(૭) દર્દીની ખોટી ભ્રમણા વિચારોને વાસ્તવિકતા સાથે કંઈ લેવાદેવા   નથી તેની ઉડણથી ચર્ચા ન કરો.

(૮) દર્દીને તેની બિમારી વિશે વારંવાર યાદ ન કરાવો.

(૯) પાસેની તમારી અપેક્ષાઓનું ફરી મુલ્યાંકન કરો (અપેક્ષાઓ ઓછી કરો).

(૧૦) દર્દી સાથેનાં લાગણીનાં સંબંધોમાં બાંધછોડ કરો.

(૧૧) સંતાનને હંમેશાં કંઈક નમાવ્યાનો પશ્ચાતાપ થાય છે જ્યારે વયની ઉંમરનાને કંઈક ન મેળવી શક્યાનો એહસાસ.

(૧૨) સહુપ્રથમ બિમારીનો વિરોધ ત્યારબાદ ઉદાસી, ગુસ્સો અને છેલ્લે તેનો સ્વિકાર થતો હોય છે.

(૧૩) એ એક હાસ્યાસ્પદ માન્યતા છે કે જૈવિક બિમારીઓ જેવી કે ડીપ્રેશન, સ્કિઝોફેનિયા, મેનિયા વિગેરે વાતચીત દ્વારા સારી કરી શકાય છે. હા, એટલું ચોક્કસ કે તેના સામાજિક પુનરૂત્થાન વિશે ચર્ચા કરી શકાય.

(૧૪) સમયાંતરે બિમારી તેની તેજ હોવા છતાં તેનાં ચિન્હો બદલાય શકે છે.

(૧૫) અજુગતું વર્તન એ બિમારીનો ભાગ છે. તેને તમારા પ્રત્યે રાગ દ્વેષ ન ગણો.

(૧૬) જો તમે તમારી જાતની પણ સંભાળ ન રાખી શકો તો અન્યની પણ ન રાખી શકો.

(૧૭) હતાશા, બેચેની, પશ્ચાતાપ, ગુસ્સો, કન્ફયુઝન જેવી લાગણીનો અનુભવ થવો સ્વાભાવિક છે.

(૧૮) તમારી લાગણીને પણ વાચા આપો. અન્ય સાથે ચુર્યા કરે.

(૧૯) આવી બિમારીનાં દર્દીના સગા તરીકે તમો એકલા નથી. આ જ બિમારીનાં દર્દીનાં સગાઓ સાથે ચર્ચા કરશે.

(૨૦) હકીકતમાં કુટુંબીજનો માનસિક બિમારીથી નથી ડરતાં પરંતુ સમાજમાં તેના વિષેનાં ખોટા વ્હેમ અને કલંકથી ડરે છે.

(૨૧) મનોચિકિત્સક પાસે દઈ વિશેની સંપૂર્ણ માહિતી લો.

(૨૨) શકય છે કે બિમારી વિશેની તમારી જાણકારી, સંવેદનશીલતા, દયા, લાગણી અને પુખ્તતાથી તમે દર્દી અને બિમારીને સારી રીતે સમજી શકશો.

Leave a Comment