પરીક્ષા સમયે સ્ટ્રેસ-ટેન્શન કઈ રીતે ઓછું કરશો?

માર્ચ-એપ્રિલ એટલે પરીક્ષાની મોસમ.વિદ્યાર્થીની સાથેતેના મા-બાપને પણ ઉજાગરો, ટેન્શન, ઉચાટ થતો હોય છે. આધુનિક જમાનામાં પરીક્ષા એ કદાચ સૌથી વધુ ટેન્શન-ચિંતા આપનારૂં પરીબળ છે. બાળકને પણ ઘણા બધા પરીબળ ધ્યાનમાં રાખવા પડે છે. દા.ત. માતા-પિતાની ઈચ્છા, પોતાની ઇચ્છા, સ્કૂલટીયરની ઈચ્છાવિગેરે..તેમાં પણ બોર્ડકે છેલ્લા વર્ષની કોલેજની પરીક્ષામાં વિશેષટેન્શન જોવા મળે છે.

દરેક મા-બાપની ઈચ્છા હોય છે કે તેનું બાળસર્વશ્રેષ્ઠદેખાવકરે. આવા સમયેમા-બાપજોવધુપડતુંપ્રેશર લાવેતો બાળકની શારિરીક અને માનસિક સમતુલા જોખમાઇ શકે છે. બાળકને તેની જીંદગીના દરેક પગથીયાપર માબાપની ગાઈડન્સની જરૂર હોય છે.

પરીક્ષા આવે ત્યારે સ્ટ્રેસ-ટેન્શનથવું એ સામાન્ય વસ્તુ છે. જરૂર છે માત્ર તેને ઓળખવાની અને ત્યારબાદ અટેન્શનને કેમ ઓછું કરી શકાય તેનો ઉપાય કરવાની, લાંબા સમયના સ્ટ્રેસને લીધે એસિડીટી, માથાનો દુઃખાવો, હાઈ બ્લડપ્રેશર, કોલાઈટીસ જેવી બિમારી તો થાય જ છે. પરંતુ આસિવાય બાળકમાં વર્તનમાં થતા ફેરફારો જેવા કે

– ગુસ્સો

-વધુ પડતી લાગણીશીલતા

-વધુ પડતું કામ કરવું

-આનંદ અને હતોત્સાહ (ઉદાસી)ના તબકકાઓ

-શરમાળપણું, જીદ્દીપણું

-અન્યને દોષિત ગણવા

આવા વર્તણુંકના ફેરફારને મા-બાપે જાણી લઈને તેનું ટેન્શન ઓછું કરવાના ઉપાય કરવા જોઈએ. બાળક પુરતી ઉંઘ અને ખોરાક લે તેની કાળજી રાખો. વાંચન સમયે વચ્ચે-વચ્ચે વિરામ (બ્રેક) લેવો પણ જરૂરી છે. બાળકની ઈચ્છા પ્રમાણે જો શકય હોય તો તેને રીવીઝન માટેનું ટાઈમટેબલ બનાવવામાં મદદ કરશે. તે દરેકવિષયઉપર પુરતું ધ્યાન આપે પણ અત્યંત જરૂરી છે.

ઘણી વખત સતત વાંચનને લીધે બાળક થાક અને ગુસ્સાની લાગણી મહેસૂસ કરે છે. આવા સમયે તેની પ્રશંસા કરી તેનો ઉત્સાહ વધારો. હંમેશા બાળકની કેપેસીટી પ્રમાણેના ધ્યેય લક્ષાંક નકકી કરો.

પરીક્ષા ખંડમાં શરૂઆતમાં વધુ પડતી ચિંતા-ટેન્શનથી તમારી યાદશક્તિ ઉપર અસર થવાની શકયતા છે. જવાબ લખવાની શરૂઆત તમને મનગમતાં પ્રશ્નથી કરો. જરૂર પડે શરૂઆતમાં જવાબ કઈ રીતે લખવો તેનું ફ્રેમવર્ક કરો.

Leave a Comment