હિસ્ટેરીયાનાં દર્દી સાથે કેવું વર્તન રાખવું જોઈએ?

બાવીસ વર્ષની સંગીતાને જ્યારે પણ કુટુંબમાં કોઈ આઘાતજનક ઘટના બને એટલે તકલીફશરૂ થઈ જાય. હમણાં જ તેની બહેનનાં મૃત્યુનાં સમાચાર સાંભળી બેહોશ થઈ ગઈ, હાથ-પગ અકથઈગયા, દાંત ભીડાય ગયા અને થોડો સમય આજ રીતે બેભાન અવસ્થામાં રહી. અગાઉ પણ એકવખત તેના પતના સામાન્ય કિસડન્ટનાં સમાચાર સાંભળી તે બે દિવસ સુધી કંઈ બોલી નહોતી શકી.

શિવાનીબહેનની વાત કરીએ તો તેને તો વાત-વાતમાં છાતીમાં દુ:ખાવો થવો, મુંજારો થવો, રડવા માંડવું, ચક્કર આવવા ખૂબ જ સામાન્ય હતું. જ્યારે પણ કોઈ વસ્તુ શિવાનીની ઈચ્છા પ્રમાણે ન બને એટલે તેને ઉપરોક્ત તકલીફો શરૂ થઈ જાય પછી દવા-ઇંજેકશનથી શાંત થઈ જાય.

પ્રતિકૂળ સંજોગોમાં કે ઈચ્છા પ્રમાણે ઘણી વસ્તુ ન બને તો અલગઅલગ તકલીફો જોવા મળતી હોય છે. જેમકે હાથ-પગ અક્કડ થઈ જવાં, કામઠું વળી જવું, શરીર ઠંડુ પડી જવું, દાંત ભીંસાય જવા, બેભાન થઈ જવું, હાથ-પગ ખોટા પડી જવા, ખાલી ચડી જવી, અસ્પષ્ટ બોલવું, અવાચક થઈ જવું. સામાન્ય રીતે આવી બિમારીને હિસ્ટેરીયા કહેવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનમાં તેને “કન્વર્ઝનડિસઓર્ડર” કહેવામાં આવે છે.

સામાન્ય રીતે આ બિમારી પુરૂષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે અને વધુ જોવા મળે છે. આ સિવાય ઘણાં પરિબળો જેવાં કે વ્યક્તિનો જીદ્દી સ્વભાવ, વ્યકિતનો ઉછેર, ઓછું ભણતર, અસામાન્ય ઇચ્છાઓ, સમજ શંકતનો અભાવવિગેરે ભાગ ભજવે છે. હિસ્ટેરીયાનાં દર્દીઓ માટે આટલું ખાસ યાદ રાખવું જોઈએ.

(૧) વહેલી તકે મનોચિકિત્સક પાસે નિદાન કરાવવું ઘણી વખત મગજને લગતાં ઘણાં રોગહિસ્ટેરીયા જેવા રૂપમાં બહાર આવતાં હોય છે. આવી મોટી બિમારીને શરૂઆતનાં તબક્કામાં જ પકડી લેવી જોઈએ.

(૨) દર્દીને એકાંત આપો.હિસ્ટેરીયાનાં લક્ષણો ઉપર વધારે પડતું ધ્યાન દેવાથી તેની માત્રા વધી જતી હોય છે. મોટાભાગનાં કેસમાં અન્ય વ્યકતનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવી બિમારી થતી હોય છે. વારંવાર તેને બિમારીની યાદ ન અપાવવી જોઈએ.

(3) દર્દી સાથે સહાનુભૂતિપૂર્વકનું છતાં મક્કમ વલણ અપનાવવું જોઈએ. વ્યકિતની અવગણના નહીં પરંતુ તેની બિમારીના લક્ષણોની અવગણના કરો. ઘણી વખત આવા દર્દીને અંધશ્રદ્ધાથી મારઝૂડ કરવામાં આવતી હોય છે.

(૪) દર્દી જ્યારે સ્વસ્થ બને ત્યારે તેની તકલિફ, કારણો, ઉકેલ, તેનાં ખ્યાલો, ઈચ્છાઓ, સંબંધો વિશે ઉંડાણથી ચર્ચા કરવી જોઈએ.

(૫) જરૂર જણાય તો લેબોરેટરી-એકસ-રે વિગેરે તપાસ કરી, દાખલ કરી અને દવા-ઇંજેકશનથી સારવાર કરવી જોઈએ.

(૬) વ્યકતને ધિરજ કેળવતા શીખવો, અપેક્ષાઓ ઓછી કરવી, દ્રષ્ટિકોણ બદલવો, જીવનશૈલીમાં ફેરફાર, કૌટુંબિક સંબંધોની જાળવણી વિગેરે પાસાંઓની ચર્ચા કરવી જોઇએ.

Leave a Comment