મનુષ્ય એક લાગણીશીલ પ્રાણી

મનુષ્ય એક લાગણીશીલ પ્રાણી છે. વત્તેઓછે અંશે દરેક માણસ લાગણીઓ વ્યકત કરતો હોય છે. કોઈક ઓછી તો કોઈક વધારે. લાગણીની અભિવ્યકત એ મનુષ્યની જરૂરીયાત છે. પરંતુ ક્યાં, ક્યારે અને કેટલી એ ખૂબ જ અગત્યનું છે. યોગ્ય સમયે, યોગ્ય વ્યકિત સામે, યોગ્ય પ્રમાણમાં લાગણીની ભવ્યંકેત મનુષ્ય જીવનનું અનિવાર્ય અંગ છે.

કેટલીક વ્યકિતઓ એવી હોય છે કે તેઓમાં લાગણીની ઉણપ વરતાય છે. કાં તો તેમનામાં પ્રદર્શન કરવાની ક્ષમતા નથી અથવા તો તેઓ જાણી જોઈને લાગણી પ્રદર્શિત નથી કરતા. જે પણ કારણ હોય છે પરંતુ તેના લીધે તેને રોજબરોજના સામાજીક વ્યવહારમાં ઘણું સહન કરવું પડતું હોય છે. કોઈ તેને અંતર્મુખી કહે તો કોઈ તેને અતડો કહે છે. ઘણી વખત આપણી લાગણીઓ કોઇની સમક્ષ વ્યક્ત કરવાથી આપણું મન હળવું થઈ જતું હોય છે. લાગણીની અભિવ્યકત એ એક વેન્ટિલેશન તરીકે કામ કરે છે. ઘણી વખત લાગણીની અભિવ્યક્તિ ન કરવાથી માણસ મનમાં ને મનમાં મુંઝાય છે. ને મનમાં ને મનમાં પ્રશ્નોનો ઉકેલ મેળવવાની કોશિષ કરતો હોય છે.

પાશ્વાત્ય સંસ્કૃતિની વાત કરીએ તો તે લોકો લાગણીની અભિવ્યક્ત ખૂબ જ સારી રીતે કરે છે. પશ્ચિમના લોકો પ્રશંસા કે ક્રિટીસીઝમ ખૂબ ઝડપથી કરતાં હોય છે. આપણી ભાષામાં કહીએ તો તે લોકો મન મૂકીને, પેટછુટી વાતો કરે છે, જ્યારે આપણા લોકો શબ્દે શબ્દવિચારીને સામેનાં વ્યકિતને કંઇક ખોટું તો નહિ લાગી જાય છે તેવું વિચારે છે. ઘણી વખત આપણે અસહમત હોઈએ છતાં આપણે સારી લાગણી પ્રર્શત થવા નથી દેતા.

કોઇક લોકો સ્વભાવે, જન્મજાત જ બોલકા કે વધુ પડતા વાયાળ હોય છે. સમૂહમાં જ્યારે બેઠા હોઈએ ત્યારે તે કોઈનો બોલવાનો વારો નથી આવવાં દેતા. તો, કોઇક લોકો અંતર્મુખી હોય છે. શાંત, ઓછાબોલા કે જરૂર પુરતું બોલતાં, આપણી ભાષામાં કહીએ તો શબ્દ જોખી જોખીને બોલનારા હોય છે. આવા લોકો મોટેભાગે પોતાની લાગણી દબાવી રાખે છે. કોઈ તેને ભોટ, તો કોઈ તેને મીંઢા કહે છે.

ઘણી વખત એવું બનતું હોય છે કે સમય અને સંજોગોમાણસને પોતાની લાગણી પ્રદર્શિત કરતાં રોકે છે. નાની ઉમંરે મોટી જવાબદારી, નાનપણમાં જ માતા-પિતાનું મૃત્યુ, નાની ઉમંરે મોટી સફળતા જેવા સંજોગોમાં તે લોકો પોતાની લાગણીને વાયા નથી આપી શકતા.

આપણાં મગજમાં આવેલું ‛લિમ્બીક સિસ્ટમ’ નામનું ચેતાતંત્ર લાગણીના આ તાણાવાણાને કંટ્રોલ કરે છે. જ્યારે આ સિસ્ટમમાં ખામી સર્જાય ત્યારે મગજમાંથી સ્ત્રાવ થતાં ન્યુરોટ્રાન્સમિટર્સમાં ગડબડ થાય છે અને વિવિધ પ્રકારનાં માર્નાસિક રોગ જેવા કે ડિપ્રેશન, એંક્ઝાઇટી, સ્કિઝોફ્રેનિયા વિગેરે થાય છે.

લાગણી પ્રદર્શિત કરવામાં ઘણી વખત આપણી પરિસ્થિતિ મહાભારતના યુધિષ્ઠિર જેવી હોય છે કે, “સત્ય જાણું છું છતાં આયુરી નથી શકતો, અસત્ય જાણું છું છતાં છોડી નથી શકતો.”

Leave a Comment