ઇન્ફર્મેશન ટેકનોલોજી શાપ કે અભિશાપ

આ લેખમાળાના અગાઉના લેખમાં આપણે આધુનિ કયુગના સંસ્કરણો જેવા કે ટીવી, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ વિગેરેનાં લાભ-ગેરલાભ વિશેની માહિતી મેળવી. આ તમામ ઈલેકટ્રીકલ્સ, ઇલેકટ્રોનિકસ ટેલિ કોમ્યુનિકેશનનાં સાધનોને લીધે આપણી દુનિયા એકદમ નાની થઇ ગઈ છે. આજે તમારે અમેરિકાની કોઈ સંસ્થા વિશે જાણવું હોય તો ઇન્ટરનેટમાં તેની વેબસાઈટ ખોલો અથવા તો ઇ.મેઈલ કરો એટલે તુરંત જ ઘડીના છઠ્ઠા ભાગમાં તમને જવાબ મળી જાય. અગાઉ તમારે આ સંસ્થાવિશે માહિતી જોઈતી હોય તો તમારેલેટર લખવો પડતો અને તે લોકો તમને જવાબ આપે એટલે ઓછામાં ઓછો એક મહિનો થઈ જતો. પણ હવે, ઈન્ફોર્મેશન ટેકનોલોજીને લીધે સમયની બયત ખૂબ જ થાયછે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ફોન, ફેકસ, ઈ-મેઈલ આ બધી જ વસ્તુના ઉપયોગ અને લાભ તો આપણે જાણીએ જ છીએ. પરંતુ સાથે તેના ગેરલાભ પણ ઘણાં જ છે. દા.ત. કોમ્પ્યુટર ઉપર લાંબો સમય બેસી રહેવાથી ગરદન અને કમરની તકલીફ, આંખોની નબળાઇથઈ શકે છે. વધુ પડતા મોબાઇલના ઉપયોગથી માથાના દુ:ખાવાથી માંડીને કેન્સર પણ થઈ શકે છે. વધુ પડતા ઈન્ટરનેટના ઉપયોગથી તેનું વ્યસન પણ થઈ જાય છે.

જેમ કોમ્પ્યુટરમાં મેમરી કેટલી રહી શકે તેના માપની ચીપ્સ આવે છે. તેટલી કેપેસેટીની મેમરી તમે સ્ટોર કરી શકો છો તેની જેમ જ આપણા મગજમાં પણ યાદ રાખવાની એક ચોક્કસ કેપેસીટી હોય છે. વધુ પડતી અને ખોટી વસ્તુઓ યાદ રાખવાથી ઘણી વખત કામની વસ્તુઓ ભુલાય જાય છે. અત્યારે કોઈપણ મોબાઇલ ઇન્સ્ટમેન્ટ લો તો તેમાં સો જાતના ફંકશન અને ફેસીલીટી હોય છે, તેને ઓપરેટ કરવા કઈ સ્વીય કયારે ઉપયોગમાં લેવી તે તમારે યાદ રાખવું પડે છે. વળી ફરી નવો મોબાઈલ લો અને બધુ જ નવેસરથી યાદ રાખવાનું.

બીજું કે અત્યારે મોડર્ન યુગમાં તમે જે ક્ષેત્ર સાથે સંકળાયેલા હો તેનું તમોને તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ અને અન્ય વિષયોનું પણ તમને પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે. દા.ત. આઇ.એ.એસ. કે જી.પી.એસ.સી.ની પરિક્ષામાં કેનેડાનાં વડાપ્રધાન કોણ કે પ્રથમવિશ્વયુદ્ધના સેનાપતિનું નામ, પૂછવામાં આવે તો તમને આવડવું જોઈએ. હવે આમ, જોઈએ તો અત્યારના કોઈઆઈ.એ.એસ. અધિકારીને ઉપરનાં પ્રશ્નો પૂછવામાં આવેતોકોઈ જવાબ ન આપી શકે. આ રીતે આપણે ઘણી વખત નકામી વસ્તુઓને યાદ રાખી અને આપણા નાનકડા મગજને વધુ પડતુંથકવી દઈએ છીએ.

ઉપરોક્ત સમસ્યાના કેટલાક ઉપાયો છે, જેવાંકે તમારી જરૂરી માહિતીને બે ભાગમાં વહેંચી શકાય. એક, કે જે તાત્કાલિક જરૂર પડે તેવી હોય અને બીજી, જેના રેફરન્સ માત્ર યાડ રાખવા જોઈએ(વેબ એક્સ, ફોન નંબરવિગેરે) જેમકેઈન્ટરનેટનું બટર્નાકલ કરવા માત્રથી જે વસ્તુ મળતી હોય તેને યાદ રાખવાની જરૂર નથી.

આવી આધુનિક ટેકનોલોજીને લીધે આજનો માનવી સામાન્ય ચીજવસ્તુઓ યાદ રાખવાની કળા ભૂલી જાય છે, અને મોબાઈલમાં ટાસ્ક કે રીમાઈન્ડર ફંકશનનો ઉપયોગ કરતો થઈ ગયો છે. તો, વળી સામાન્ય ગણતરી દા.ત. ૧૦માં ૨૫ ઉમેરો તો કેટલા થાય તેના માટે પણ તેને કેલક્યુલેટરની જરૂર પડે છે.

ટેકનોલોજીને લીધે માણસ-માણસને મળવાનું ભૂલી ગયો છે, માત્ર ફોન કે ઈ-મેઈલથી વાત થાય એટલે પત્યું. એકબીજા પ્રત્યેની લાગણી લગભગ ખતમ થઈ ગઈ છે. અન્યનું દુ:ખ જોવા માટે તેને સમય નથી. ભાવનગરમાં બેઠેલો વ્યકત એક મિનિટમાં અમેરિકાની વ્યક્તિ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી શકે છે પરંતુ તેને તેના પાડોશીનાં ખબરઅંતર પૂછવા માટે સમય નથી.

Leave a Comment