તિરસ્કારની લાગણીને નિયંત્રીત કરતા શીખો

રાકેશ ગવર્નમેન્ટમાં ગેઝેટેડ ઓફિસર છે. તેની નીચે આશરે પચીસેક થંકતનો સ્ટાફ છે. એક મોભાદાર હોદ્દો છે. છતાં પણ તેને સતત એવી લાગણી થાય છે કે ઓફિસનો પટ્ટાવાળો પણ તેનું નથી માનતો, ઓફિસમાં પગ મૂકે એટલે તેનું માથું ભમવા લાગે છે, સતત ગુસ્સામાં રહે છે. હતાશ, નિરાશ, બેચેન રહે છે. તેને સતત એવું લાગ્યા કરે છે કે લોકો તેને તિરસ્કૃત કરી રહ્યો છે. ઉપેક્ષા કરી રહ્યાં છે.

ચાંદની પાંત્રીસ વર્ષની સીધી-સાદી ઓરત છે. તેનું કુટુંબ ખાધેપીધે સુખી છે. તેનાં પતિને પેટ્રોલ પંપનો બિઝનેસ છે. સુખી સંપન્ન અને પસાર ફેમિલ છે. સરસ મજાના એક બાબો-બેબી છે. છતાં પણ તેનાં પ્લિનાં એક ખૂણામાં એવી લાગણી છે કે તેનું ધ્યાન કોઈ નથી રાખતું, વારંવાર ગુસ્સો કરે છે, છોકરાઓ ઉપર ખીજાયા કરે છે.

ઘણી વખત એવું બને કે આ તિરસ્કારની લાગણી ક્યારેક વિકરાળ સ્વરૂપ લે તો ખૂન-ખરાબા પણ થઈ શકે છે. ઘણી વખત છાપામાં આપણે વાંચતા હોઈએ છીએ કે ફલાણાં ભાઈએ વેર વાળવા માટે તેના સગા કાકાનું ખૂન કરી નાંખ્યું. ફલાણા બેને તેનાં છોકરાં સાથે કંટાળીને અગ્નિસ્નાન કર્યું વગેરે. આમ, આતિરસ્કાર કે તરછોડાયાની લાગણીને જો યોગ્ય રીતે હેન્ડલ કરવામાં ન આવે તો કયારેક જીવલેણ નિકળતી હોય છે.

તમે જ્યારે કોઈના પણ દ્વારા તિરસ્કૃત થાવ છો ત્યારે તમારામાં એક પ્રકારનાં નેગેટીવ થોટ્સની હારમાળા સર્જાય છે. જેને “નેગેટીવ કોઝિશન” કહેવામાં આવે છે. દા.ત. “હું સારો નથી, હવે હું સાવ નકામો છું-હવે આ દુનિયામાં મારું કોઈ નથી, હું સાવ ખોટો છું. મારું કોઈ માનતું નથી” વિગેરે. આમ, એકમાંથી બીજા નેગેટીવ થોટ્સ આવે જ રાખે છે અને તમો હતાશાનાં ઉંડા દરિયામાં ધકેલાતા જાવ છો.

હકિકતમાં આવા નેગેટીવ થોટ્સની હારમાળામાં જડવાને બદલે તમારે એ વિચારવું જોઈએ કે સામેની વ્યકિત શું કામ મને તિરસ્કૃત કરે છે. તેનાં એક કે તેથી વધુ કારણ હોઈ શકે છે, શકય છે કે તેને તમારા પ્રત્યે ઈર્ષા કે પૂર્વગ્રહ હોય, શકય છે કે તમારી વાકછટા, હેર સ્ટાઇલ, લાઇફ સ્ટાઈલ, રીતભાત કે રહેણીકરણી, કામની અણઆવડત, ઓછીયાદર્શન વિગેરે જેવી બાબતોમાં પણ તેને તમારી સાથે તાલમેલ મેળવવામાં તકલીફ પડતી હોય. આમ, કોઈ એક કારણને લીધે તમે તિરસ્કૃત થવાથી નકામા નથી બની જતા.

ક્યારેક એવું પણ બને કે એક કરતાં વધુ વ્યકત તમને તિરસ્કૃત કરતા હોયકેધિકારતા હોય છે. દા.ત. ભારતીય ક્રિકેટટીમનો કેપ્ટન ગાંગુલી. છતાં પણ તમારે તમારી જાતને નીચી આંજ્યા વગર સતત સારા વર્તન કરી સામેની વ્યંકતને જીતવાની કોશિષ કરવી જોઈએ. શક્ય હોય તો તેની સાથે વાતચીત કરો અને તમારા વ્યક્તિતત્વમાં તેને ક્યાં ક્યાં ગુણદોષ લાગી રહ્યાં છે તેના વિશે તેની સાથે ખુલ્લાં મને ચર્ચા કરો. ઘણી વખત એવું બનતું હોય છે કે તમો કંઈ વિચારતાં હોવ છો ને સામેની વ્યક્તિ કંઈક અલગ જ વિચારતી હોય છે.

આ તિરસ્કાર કે માન-સન્માનની લાગણીને ક્યારેય વધુ પડતી લઈને તમારા શરીર કે મન ઉપર અસર ન થવા દેવી જોઈએ. એવું બને કે જે વ્યક્તિને તમે યાહતા હોય અથવા તો જેની ઉપર તમને ખૂબ જ વિશ્વાસ હોય તેવી વ્યક્ત જ્યારે તમને તરછોડી દે કે તમને દગો છે ત્યારે તમે ભાંગી પડતા હોવ છો અને તમારું સર્વસ્વ લુંટાઈ ગયું તેવી લાગણી થતી હોય છે. પરંતુ વધુ પડતા આવા લાગણીના પૂરમાં તણાવાને બદલે તમારે નવા સંબંધો બાંધવા વિશે વિચારવું જોઈએ. ભૂતકાળને ભૂલીને નવું કાર્ય શરૂ કરી દેવું જોઈએ. વર્તમાનમાં જીવો. દુનિયા શું વિચારશે કે શું કહેશે તેની પરવા ન કરો.

કોઈ એક ગુજરાતી તત્વચિંતકે સાચું જ કહ્યું છે કે ધરતીકંપ કરતા માનવ-માનવ વચ્ચેનો ધિકકારકંપ વધારે ખતરનાક હોય છે. કારણ કે ધરતીકંપતો એકજ વખતવિનાશ કરે છે. પરંતુ આધિક્કારકંપતો વારેવારે તમને માનસિક રીતે ખતમ કરે છે.

Leave a Comment