માણસ માત્ર ભૂલને પાત્ર – અપરાધની લાગણીનું મનોવિશ્લેષણ

જો હું ઘેરથી પાંચમનટવહેલો નીકળ્યો હોત તો આ એકસિડન્ટ અને મારો મિત્ર આ એકસિડન્ટમાંથી બચી જાત… જો હું ત્યાં હાજર હોત તો આમ ન થાત… જો હું મારા બાબાનેટાઇમસર તેધ્વાગયો હોતતોતેનેપળાથી ફેક્યર ન થાત… વગેરે… આવું લિસ્ટ બનાવીએ તો અÍણત ઘટનાઓ મળી રહે જેમાં આપણે આપણી જાતને દોષિત ઠેરવતા હોઇએ છીએ, કે અપરાધી માનતા હોઇએ છીએ.

ભૂલ, દોષ, અપરાધ ગુનાની ભાવના એલાગણીનો એક પ્રકાર છે. દરેક મનુષ્યને જીંદગીનાં કોઇ તબક્કામાં તેનો અનુભવ થતો જ હોય છે. કયારેક દોષ, ભૂલ, અપરાધનીઆ લાગણીને માફી માગીને આપણે ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ કયારેક આ લાગણીઓ જીંદગીભર તમારી પાછળ પડછાયાની જેમ પીછો કરે છે. તેને તમે ક્યારેય ભૂલી નથી શકતા.

મિહિર યુવાનીમાં જ ફણ, બ્રાઉન સ્યુગરની લતનો શિકાર બન્યો. આ વ્યસન તેણે વૃદ્ધાવસ્થા સુધી ચાલુ રાખ્યું. દરમ્યાનમાં વ્યસનને લીધે તે પૈસા પણ કમાઈ ન શકતો અને પોતાના કુટુંબનું ધ્યાન પણ સારી રીતે ન રાખી શકતો. તેનો પુત્ર ભણવામાં હોંશિયાર હોવા છતાં તે આગળ ભણી ન શક્યો તેને સતત તેનો રંજ છે. અત્યારે તેને સતત એવું લાગે છે કે મારા કુટુંબની પડતીનું કારણ હું જ છું. હાલમાં તેણે વ્યસન છોડી દીધું છે. પણ આ ભૂલ-દોષની લાગણી છોડી નથી શકતો.

સાયકોલોજીની ભાષામાં આ લાગણીને GUILT FEELING (ગીલ્ટ ફીલીંગ) કહે છે. સામાન્ય રીતે આ ગીલ્ટ (દોષ-ભૂલની લાગણી) બે પ્રકારની હોય છે, એક જેમાં કોઇથી ભૂલ થઈ હોય અથવા તો કોઈને કંઈ કહેવાય ગયું હોય અને બીજું કે જેમાં તમારો કશો જ વાંક-ગુનો નથી હોતો. દા.ત. બાળક પોતાના મા-બાપનાં છૂટાછેડા માટે પોતાને દોષિત માને. મોટાભાગના લોકો કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાને બદલે પ્રોબ્લેમનાં વિચારોમાં જ પોતાની શક્તિ વ્યય ફરતાં હોય છે.

આપણે બધાં જવાબદારી લેવાને બદલે આથઈગયેલી ભૂલhઅપરાધની લાગણીનાં કાદવમાં ખૂંચતા જઈએ છીએ અને પોતાની એક નાની દુનિયા બનાવીને આ અપરાધ ભાવમાંથી બહાર આવવાની કોશિષને નાકામયાબ બનાવીએ છીએ. અંતે આ ભૂલ-અપરાધની લાગણીને ભૂલવા માટે અફિણ કે પાનમાવાનું વ્યસન, વધુ પડતું કામ કે વધુ પડતાંજીદ્દી થતાં જાય છે. આ લાગણીની અસર આપણાં અને શરીર બંને ઉપરથાયછે. બહારની દુનિયા સાથે હળવા-મળવાનું ઓછું કરી દે છે, ધ્યાન દેવાની શક્તિ ઓછી થતી જાય છે, તેનો આત્મવિશ્વાસ તૂટતો જાય છે અને તે તેની લાગણી ઉપરનો કાબૂ ગુમાવતો જાયછે.

લાંબા સમય સુધી જો ભૂલ-અપરાધની લાગણી (ગીલ્ટફીલીંગ) ચાલુ રહે તો તેની અસરને લીધે એસિડીટી, બ્લડપ્રેશર, કબજીયાત, માથાનો દુઃખાવો, ડીપ્રેશન જેવા રોગ થઈ શકે છે.

અપરાધ ભાવ દૂર કરવા આટલું કરો:

  • તમારી સમસ્યાને ઓળખોઃ સહુપ્રથમસ્વિકાર કરોકે“હા, મેં ભૂલ કરી છે તેના લીધે તેનો સામનો કરવામાં તમને જબરદસ્ત મહઠ મળશે.
  • તમારી પ્રતિક્રિયાને જાણો : ગુસ્સો, વ્યસન, બેધ્યાનપણું જેવી પ્રતિક્રિયાને બદલે સમસ્યાના મુળ સુધી પહોંચવાની કોશિષ કરો.
  • લાગણીને કાબૂમાં રાખો : હતાશા, નિઃસહાયપણું, અંધકારમય ભવિષ્ય, અજંપો જેવી લાગણી થવી સામાન્ય વસ્તુ છે. તેનાથી ગભરાવનહીં.
  • તમારી અપેક્ષાઓ અને ધારણાને જાણોઃ ઘણી વખત આપણે મનમાં ચોક્કસ ધારણા રાખીને બેઠા હોઈએ છીએ કે અમુક સંજોગોમાં મારે આવું જ વર્તન કરવું. પરંતુ ઘણી વખત વાસ્તવિક રીતે આવું શક્ય નથી હોતું.
  • અન્યને દોષિત ઠેરવવાનું ટાળો: ઘણી વખત પોતાની જાતને જવાબદાર માનવાને બદલે આપણે અન્યને કે સંજોગોને દોષિત માનતા હોઈએ છીએ અને તેના દ્વારા આપણે બીજાની સહાનુભૂતિ મેળવવાની કોશિષ કરીએ છીએ.
  • એકનું એક રટણ કરવાનું છોડો: બની ગયેલી ઘટનાની જૂની કેસેટ વગાડવાનું બંધ કરો. તેનાથી તમે વધુ અને વધુ વ્યથિત થશો. ભૂતકાળમાં જીવવાનું છોડો અને વર્તમાન અને ભવિષ્યની વાત કરો. જીંદગીને જો તમારે જાણવી હોય તો પાછળ જુઓ. પરંતુ માણવી હોય તો આગળ.
  • દોષિત લાગણીવિશે અન્ય સાથે વાત કરોઃ સંશોધન દ્વારા જણાવ્યું છે કે તમારી લાગણીઓને વાતચીત કે લખાણ દ્વારા પ્રસ્તુત કરવાથી તેમાં રાહત મળે છે. -ભૂલમાંથી શીખોઃ શક્ય છે કે જે તે સમયે સંજોગો પ્રમાણે લીધેલો તમારો નિર્ણય બરોબર પણ હોય, દરેક ભૂલમાંથી ભવિષ્યમાં હવે આવું ન બને તેની કાળજી રાખો.
  • ભૂતકાળને ભૂલી જાઓ: કોઈપણ લાગણીનાં ઘા ઝાવાનાં ત્રણ તબક્કા હોય છે. એક – પરિસ્થિતિનો સ્વિકાર, બે -ગુસ્સો, ગભરાટ, બેચેની અને ત્રણ – તમને થયેલ નુકશાનનો સ્વિકાર સારામાં સારો રસ્તો તમારા નકારાત્મકુ વિચારોને હકારાત્મકમાં ફેરવો.

Leave a Comment