મેન્ટલ હોસ્પિટલ – માન્યતા અને હકીકત

“મેન્ટલ હોસ્પિટલ” (સરકારી) ઘણીવખતતોનામ પડતાં જગભરાઈ જવાય તેવું નામ. ઘણાં લોકો વાત-વાતમાં પણ કહેતા હોય. “આને તો મેન્ટલ”માં દાખલ કરી દેવો જોઈએ” અથવાતોમનોરૂણ દર્દી જ્યારે ખૂબ હેરાન કરે ત્યારે સગા મનોચિકિત્સકને કહે છે કે “સાહેબ, હવે તો આને મેન્ટલમાં દાખલ કરીક્યો.” આમ, “મેન્ટલ હોસ્પિટલ” શબ્દને કાં તો એક ભયાનક-ડેજર જગ્યાકાંતો એક જોકનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે.

મેન્ટલ હોસ્પિટલની શરૂઆત વર્ષો પહેલાં અંગ્રેજોએ તેનાં મનોરુગણ સૈનિકોને રાખવા માટે કરેલ અને ત્યારબાદ સામાન્ય માણસો માટે દાખલ થવાની સુવિધા શરૂ કરેલ. વર્ષો પહેલાં જ્યારે માનસિક દર્દીઓ માટે સારવાર નહોતી ત્યારે માત્ર તેને ઉંચી દિવાલો, જાડા સળીયાના બારીબારણા, બંધકોટડી, અંધારૂં, ઓછો હવા-ઉજાસવાળી જગ્યામાં રાખવામાં આવતાં. આવી હાલતમાં રાખવાથી ઘણી વખત સાજા સારા માણસ ઉપર પણ માનસિક અસર થઈ જાય. એમાં હજી પણ માનસિક રોગનાં દર્દીને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવો હોય તો કોર્ટનો ઓર્ડર મેળવવો પડે છે.

સમય અને સંજોગો બદલાયા અને વિજ્ઞાન અને મનોચિકિત્સા ક્ષેત્રે છેલ્લાં દસકામાં એટલી પ્રગતિ થઈ છે કે જે છેલ્લાં પચાસ વર્ષમાં નથી થઈ શકી. આધુનિક સંશોધનને લીધે નવી-નવી દવાઓ, ટેકનિક, તપાસને કારણે મનોરોગીની સારવાર અત્યારે ખૂબ જ ઝડપી, સારી અને કિફાયતી થઈ ગઈ છે. અત્યારે તો મેન્ટલ હોસ્પિટલોમાં પણ દાખલ દર્દી (ઈન્ડોર)નાં વિભાગની સાથે સાથે બહારનાં દર્દી (આઉટડોર) વિભાગ પણ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સામાન્ય રીતે મોટાભાગનાં દર્દીઓને તપાસ કરીને દવા લખી આપવામાં આવે છે જે તે ઘેરબેઠાં ચાલુ રાખી શકે છે.

મેન્ટલ હોસ્પિટલની આવી ખરાબ છાપ બે કારણે છે. એક જૂના જમાનાની નહિંવત્ સારવારવાળી હોસ્પિટલ અને બે ફિલ્મોમાં બતાવવામાં આવતી મેન્ટલ હોસ્પિટલ. સામાન્ય રીતે કોઈપણ હિન્દી ફિલ્મમાં મેન્ટલ હોસ્પિટલનું વાતાવરણ અને ઈસીટી (શાક) આપવાની પદ્ધતિ એટલી ખોટી અને ખરાબ બતાવવામાં આવે છે કે સમાજ ઉપર તેની ખુબ જ નકારાત્મક અસર પડે છે.

હવેનાં દિવસોમાં તો આવી હોસ્પિટલને માનસિકબિમારીની હોસ્પિટલને બદલે માનસિક સ્વાસ્થ્ય સેન્ટર કહેવામાં આવે છે. હા, ઘણી વખત એવું બનતું હોય છે કે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓઘણાં લાંબા સમયની બિમારીવાળા, ગરીબ, કોર્ટ-કેસમાં ફસાયેલા, ખૂનકરેલાંવગેરે વધુ જોવા મળતાં હોય છે. તેને લીધે એક સામાન્ય માણસને જ્યારે માનસિક બિમારી થાય ત્યારે જો તેને એક વખત મેન્ટલ હોસ્પિટલ બતાવવામાં આવે તો તેને ડર લાગે છે.

છતાં પણ મેન્ટલ હોસ્પિટલ (સરકારી)ની સરખામણી પ્રાયવેટ માનસિક રોગની હોસ્પિટલ સાથે કરવામાં આવે ત્યારે કેટલાક મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચતા હોય છે જેવા કે સારવારની ઝડપ, સ્વચ્છતા, પૂરતો સ્ટાફવિગેરે. પહેલાના જમાનામાં એવું હતું કે માત્ર તોફાની, મારઝૂડ કરતાં દર્દીઓને જ મેન્ટલ હોસ્પિટલમાં કે સાયક્રયાટીસ્ટ પાસે લઈ જવામાં આવતાં, પરંતુ અત્યારે માનસિક રોગની ઓપીડીમાં પચાસ ટકા દર્દીઓ હતાશા, બેચેની, ગભરાટ, માથાનો દુઃખાવો, વાઈ, ખેંચ, સેકસ પ્રોબ્લેમ્સ, લાંબા સમયનાં શારીરિક દુઃખાવાઓ જેવી બિમારીનાં હોય છે.

Leave a Comment