માનસિક બિમારી – કામ ન કરવાનો સરળ રસ્તો એક ખોટી માન્યતા

આપણાં સમાજમાં માનસિક બિમારીને “સોશ્યલટેબૂ” (સામાજિક અસ્પૃશ્યતા) ગણવામાં આવે છે. અને એક સૂગ તરીકે જોવામાં આવે છે, ઘણી વખત તો મનોરોગીને તરછોડવામાં આવે છે. એક સિક્કાની બે બાજુની જેમ ઘણાં દર્દીઓ કે સગાઓ આ બિમારીનો ગેરલાભ પણ ઉઠાવતા હોય છે.

માનુષીની વાત કરીએ તો તેને “કન્વર્ઝન ડિસઓર્ડર” (હિસ્ટેરીયા) નામની બિમારી છે કે જેમાં ગભરામણ, મુંઝારો, બેભાન થઈ જવું, શ્વાસોચ્છશ્વાસમાં તકલીફ થવી વગેરે થાય છે. મનોચિકિત્સકનાં કહેવા પ્રમાણે આ બિમારી સ્વભાવ અને કૌટુંબિક વાતાવરણને લીધે થતી હોય છે. ઘણી વખત કોઈ જીદ પૂરી ન થાય અથવા તો પોતાની ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે આ બિમારીનાં હુમલા આવતા હોય છે.

હવે સ્વભાવ અને જીદને લઈને માનુષી વારંવાર તેના કુટુંબને તકલીફમાં મૂકે છે અને પોતાની ઈચ્છા મુજબનું કામ કઢાવી લે છે. સગાસંબંધી પણ તેની આ તકલીફને ધ્યાનમાં લઈને તેની ઇચ્છા પ્રમાણેનું વર્તન કરે છે.

સામાન્ય રીતે મોટાભાગની માર્નાસિક બિમારીમાં શરૂઆતનાં થોડાં તબક્કા સિવાય મનોચિકિત્સક ઓફિસનું કામ કે ઘરકામ કરવાની ના નથી પાડતાં. માર્ગાસબિમારીમાં જેમ બને તેમ દર્દી વહેલો કાર્યરત થાય અને મન ફામમાં પરોવે તેમ વહેલો, વધારે અને ઓછી દવાએ સાજો થતો હોય છે. પરંતુદુર્ભાગ્યે મોટાભાગના કુટુંબીજનો દર્દીને લાંબો સમય સુધી કામ-ધંધાથી દૂર રાખે છે અને માત્ર આરામ કરવા માટે કહે છે અને છેલ્લે એવી પરિસ્થિતિ થાય છે કેબિમારી લગભગ મટી જાય છે, દવા પણ ઓછી થઈ જાય પરંતુ લાંબા સમયથી કઈ કામથી દુર રહે એટલે તેનામાં એક પ્રકારની આળસ આવી જાય છે અને કામ ન કરવાની વૃત્તિ આવી જાય છે.

ઘણી વખત દર્દીઓ પણ “મને તો માનસિક બિમારી છે, મારાથી કંઈ કામ ન થાય”, “મારાથી વારંવાર ભૂલ થાય છે” વિગેરે જેવા બહાના બતાવી કામ કરવાની ના પાડતાં હોય છે.

ક્યારેક મેડિકોલિગલ (કાયદાકીય) કેસમાં જે-તે વ્યક્તિને માનસિક બિમારી હતી એટલે તેણે આ ગુન્હો કરેલ છે કે ખૂન કરેલ છે વિગેરે કહેવામાં આવતું હોય છે. કારણ કે જો આ કૃત્ય માનસિક રોગને લીધે આચરેલ છે તેવું સિદ્ધ થાય તો ગુનાની સજા હળવી થઈ જાય છે. ઘણી વખત મોટર એક્સિડન્ટ થયા પછી માનસિકબિમારી થઈ ગઈ છે એવું કલેઈમ કરવામાં આવે છે અને ખોટા કલેઇમ લેવાની કોશિષ કરવામાં આવતી હોય છે.

ખરેખર તો દર્દી અને સગાએ સમજવું જોઈએ કે આખરે તો જે-તે વ્યકતએ આ સમાજમાં જ રહેવાનું છે.

જે જગ્યાએ બિમારીનો ઉદ્દભવ થયો છે, તે જ જગ્યાએ બિમારીને મટાડવાની છે. જે પણ વસ્તુ-પરિસ્થિતિ, સમય કે સંજોગોને સ્વિકારીને ચાલતા શીખવું જોઈએ. કોઈપણ જગ્યાએ, કોઈપણ કામમાં, કોઈપણ વ્યકતને હંમેશાં નાની-મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મુશ્કેલીથી દુર થવાના બદલે તેનો સામનો કરતાં શીખવું જોઈએ. જરૂર જણાય ત્યાં નિષ્ણાંત કે સગાની સલાહ લેવી જોઈએ.

આમ, માત્રમાનસબિમારીનો આશરો લઈને કામ, સમાજ કે પોતાની જાતથી દુર ભાગવાથી સરવાળે તો દર્દીને જ નુકશાન થાય છે.

Leave a Comment