ન્યુરો ઇકોનોમિકસ પૈસાનું મનોવિજ્ઞાન

પૈસા-એક એવી વસ્તુઓ જેની વગર આ દુનિયામાં તમે એક ડગલું પણ ન ભરી શકો. જેના વગર તમે જીવી પણ ન શકો કેમરી પણ ન શકો. પૈસા-જેની પાસે નથી એ નથી એ મેળવવા માટે તલપાપડ હોય છે, જ્યારે જેની પાસે છે તે વધુને વધુ કમાવા માટે તનતોડ મહેનત કરે છે.

ન્યુરો ઇકોનોમિકસ-એ એક એવી શાખા છે કે જેમાં માણસ અને આર્થિક સુખના સંબંધનાં તાણાવાણાનો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં સાયકયાટ્રીસ્ટ (મનોચિકિત્સક), અર્થશાસ્ત્રી અને ન્યુરોલોજીસ્ટ સાથે મળીને અભ્યાસ કરતા હોય છે. મનોવિજ્ઞાન દ્વારા વ્યકતની વૈચારિક શક્ત, કલ્પના શકિત, આવડત, જોખમ લેવાની ક્ષમતા વિગેરે વિશે અભ્યાસ કરવામાં આવે છે.

કાર્લ માર્કસ-ને અર્થશાસ્ત્રનો પિતા કહેવામાં આવે છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે તે આખી જીંદગી પૈસાની તંગીમાં ગરીબીમાં જ જીવ્યા. જ્યારે આજનો માણસ કાર્લ માર્કસનાં અર્થશાસ્ત્રનાં સિદ્ધાંતોને લઈને પૈસા બનાવી રહ્યો છે.

મનોવિજ્ઞાનની રીતે પૈસા વાપરનારા બે પ્રકારનાં વર્ગના હોય છે. એક જે “કંજૂસ” છે તેની પાસે પૈસા છે છતાં નથી વાપરતાં. ઘણી વખત તો ખરેખર પૈસા વાપરવા જરૂરી હોવા છતાં પણ તે એક પાઈ પણ ખર્ચ નથી કરતાં. ગુજરાતીમાં કહેવત છે કે “ચમડી તૂટે પણ દમડી ન તૂટે” તેવા હોય છે. જ્યારે બીજો વર્ગ એ “ઉ ડાઉ” છે. બસ, તેને માત્ર પૈસા વાપરવામાં જ આનંદ આવે છે. જાણે કે તેઓને પૈસા વાપરવાની આદત-હેબિટ પડી ગઈ હોય છે.

ન્યુરો સાયન્સનાં રસપ્રદ તારણમાં એવું જાણવા મળ્યું કે જે લોકોએ ખૂબ મહેનત-મજૂરી (Hard Work) કરીને પૈસા કમાયા છે તેઓમાં મગજની અંદરનાં એક ચોક્કસ ભાગમાં વધારે ઉત્તેજના જોવા મળી. જ્યારે જે લોકો ઓછી મહેનતે વધુ પૈસા કમાવા (ગોરખધંધા, બાપદાદાની મૂડી, લોટરી) તેઓમાં મગજનાં આ ભાગમાં ઓછી સક્રિયતા જોવા મળી. તેના ઉપરથી એવું તારણ કાઢી શકાય કે જે લોકો મહેનત કરીને પૈસો કમાય છે તેને વધુ આનંઠ અને સંતોષ થાય છે અને તે લોકો પૈસાનું મૂલ્ય પણ ઓછી મહેનતે કમાયેલ પૈસાવાળા લોકો કરતા વધુ સમજે છે.

પૈસાને મનોવિજ્ઞાનની ભાષામાં મૂલવીએ તો પૈસા તમને ઘણું જ આપે છે. દા.ત. સુખ, સમૃદ્ધિ, મોભો, સન્માન, સુરક્ષા, તાકાત, આઝાદી વિગેરે. પૈસો તમને લકઝરી આપે છે તેના દ્વારા તમને “ચોઈસ” મળે છે. પૈસાને વાપરતા પહેલાં તેને સમજવો જરૂરી છે. વાસ્તવમાં પૈસો એ એક એવી ચીજ છે કે જેના દ્વારા તમે તમારા સ્વપ્નનાં મહેલ બાંધી શકો છો કે ખરીદી શકો છો.

સામાન્ય રીતે આપણાં સમાજમાં એવી માન્યતા છે કે જેની પાસે વધુ પૈસા એ વધુ સુખી પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. પૈસાને તમે કેમ, ક્યાં, શેને માટે વાપરો છો તે વધુ અગત્યનું છે. ઉદાહરણ તરીકે મારી બાજુમાં એક બ્રાહ્મણ દાદા-દાદી રહેતાં હતાં, વર્ષોથી તે ભિક્ષાવૃત્તિથી પોતાનું ગુજરાન ચલાવતાં. ઉંમરને લીધે બંને વારાફરતી મૃત્યુ પામ્યા તો તેનાં સગાએ પાછળથી તેનાં મકાનમાંથી સોનું, ચાંદી, પૈસા બધું મળીને આશરે પચીસેક લાખની મિલ્કત કબજે કરી. હવે વિચાર કરો જે માણસ પાસે આટલા પૈસા હતા છતાં પોતે જીંદગીભર ભિખ માંગીને પૂર કર્યું, તે પૈસા શું કામના?

પૈસા માટે દરેક વ્યક્તિની અલગ-અલગથિયરી હોય છે. કોઇક વ્યક્તિ પૈસાને સર્વસ્વ ગણે છે તો કોઈ ઇજ્જત, માન-સન્માનને, એક વખત એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ સ્ટાર શાહરૂખખાનને પૈસા બાબતમાં પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, “મારી માં કહેતી કે પૈસા છૂટથી વાપરો, સંગ્રહ ન કરો, પરંતુ વધુ પૈસા કમાવા માટે વધુ મહેનત કરો.” વિપ્રો કંપનીનાં ચેરમેન અઝીમ પ્રેમજીનું તેનાથી તદ્દન વિપરીત મંતવ્ય છે કે ‘‘ભલે ગમે તેટલા પૈસા હોય પણ તેને ઉ ડા ડો નહીં. તેઓ આજની તારીખે પણ વિમાનનાં ઈકોનોમી કલાસમાં સફર કરે છે.

વર્ષોનાં અનુભવ ઉપરથી એટલું ચોક્કસ કહી શકાય કે જૂના જમાનાની સરખામણીજો આજના જમાના સાથે કરવામાં આવેતો, જેટલાંઓછા પૈસાથી આપણાં બાપ-દાદાઓ સુખી હતાં તેનાં કરતાં દસગણા પૈસા આપણી પાસે હોવા છતાં આજે આપણે તેના જેટલા સુખી નથી.

Leave a Comment