રમતગમતમાં મનોચિકિત્સા સ્પોર્ટ્સ સાયકોલોજી

એક અબજની વસ્તીમાં એવો એકપણ રમતવીર નથી કે જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી શકે. ભારતે હજુ સુધીમાં વ્યંકતગત સ્પર્ધામાં એક પણ ગોલ્ડ સિલ્વર મેડલ જીત્યો નથી. ભારતે માત્ર હોકીની ટીમ ઇવેન્ટસમાં જ અને તે પણ ૨૫ વર્ષ પહેલા ગોલ્ડ મેડલ જીત્યો છે. આટલી માનવસંપદા હોવા છતાં શું કામ આપણે ખેલકૂદમાં આટલા પછાત છીએ? ક્રિકેટને બાદ કરતા લગભગએવી કોઇરમતનથી કે જેમાં આપણીગણતરી પહેલાં પાંચમાં થતી હોય. ક્રિકેટમાં પણ સતત આપણીટીમના પરિણામોમાં ચઢઉતર જોવા મળે છે.

તમારા દેશની મેન્ટાલિટી કેવી છે તે તમે તેના રમતવીરોના પ્રદર્શન અને હાવભાવપરથી નકકી કરી શકો. પ્રજામાં જો મારફવૃત્તિ (કિલર ઈસ્ટીંકટ) નહોયતોતેરમતગમતના મેદાન ઉપર પણ દેખાય છે. અધુરામાં પુરૂં આપણા દેશમાં રમતગમત માટે જોઈતું બેઝીક ઇન્ફાસ્ટ્રક્ય જ નથી અને ઉપરથી ગંદુ રાજકારણ અને ભ્રષ્ટાચાર ક્રિકેટસિવાયની કોઈપણ રમતમાં ખેલાડી અર્થોપાર્જન નથી કરી શકતો. વળી એવી કોઈ ચોક્કસ રાષ્ટ્રીય ખેલ નીતિ પણ નથી કે જે ખેલાડીને પુરતું પ્રોત્સાહન પુરૂં પાડે. એશિયાઇકે ઓલિમ્પિક હોય તે પહેલાં તેમાં ભાગ લેવા માટે ખેલાડીઓ ફરતા ઓફિસરોની વધારે સંખ્યા હોય છે.

આજકાલ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ(માનવ-સંસાધન) ના ખ્યાલની સાથે માનસિક સુસજ્જતાનો ખ્યાલ હુનિયાભરમાં વ્યાપક સ્વિકૃતિ પામી રહ્યો છે. માનવી પાસે અખૂટ શંકત છે પણ તેને કઈ રીતે વાપરવી તે આવડવું જોઈએ. માનવ સંસાધન દ્વારા આ આવડતનેશિખવાડવામાં આવે છે.

આજ માનસિક સુસજ્જતા રમતગમતને પણ લાગુ પડે છે. હાર-જીત કે સફળતા-નિષ્ફળતા રમતગમત હ બલ્લે જીંદગીના પણ અવિભાજ્ય અંગ છે. જે ખેલાડી કેવ્યકત કેટીમ તેની સામેનાવિરોધી ખૂબ જ હોંશિયાર કે સ્ટ્રોંગ હોવાનું જાણી જો રમતની શરૂઆત પહેલા જ હાર સ્વીકારી લે તે રમતના મેદાનમાં ક્યારેય ન જીતી શકે. જીત માટેની માનસિક તૈયારી એ જીત માટેનું પહેલું સોપાન છે. તમારી પાસે જે રમતનું જ્ઞાન હોય, આવડત હોય, સ્પેશિ યા લીટી હોય, પરંતુ તે બધાનું જો સંયોજન ન થાય તો નકામું. સ્પોર્ટસ સાયકોલોજીમાં આ તમામ વસ્તુ દાખવવામાં આવે છે

મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ ખેલાડીને સ્પોર્ટસ સાથોલોજી અને કાઉન્સલંગના નાનપણથી જ પાઠ ભણાવવા જોઈએ, ગુજરાતીમાં કહેવત છે તેમ ‘પાકા ઘડે કાંઠા ન ચડે’ તેમ ખેલાડી જ્યારે પુખ્ત થઈ જાય ત્યારબાદ કઈ બહુ ફેર ન પડે. નાનપણથી ખેલાડીમાં દ્રઢ ઇરાદા, લક્ષસઢ, વલણ, મારવૃત્તિ (કલાંગ ઈટિઉટ), સાતત્ય, નિર્ણય ર્થાત, તર્ક, ટાળ દરમ્યાન માનસિક આંત, આક્રમકતા, મજબૂત ઈરાદા એ બધી જ આવડતનું સિંચન કરવું પડતું હોય છે.

વિદેશના મોટાભાગના ર્વાગત અને ટીમની રમતના ખેલાડીમાં કોચ, ફિઝીયોથેરાપિસ્ટની સાથે સાયકોલોજીસ્ટ કે કાઉન્સેલર પણ રાખવામાં આવે અને તેનું પરિણામ પણ આપણી સામે જ જોવા મળે છે. ઘણા વર્ષો પહેલા જ્યારે ભારતની ક્રિકેટ ટીમ સતત હારનો સામનો કરતી હતી ત્યારે સાયકોલોજીસ્ટને તેનો રિપોર્ટ આપવા જણાવાયું તો તેણે એ ચોંકાવનારું તારણ કાઢેલું કે ભારતનો દરેક ક્રિકેટર હું સર્વશ્રેષ્ઠ જ છું અને મારામાં કોઈ જ ઉણપ નથી તેવું માને છે. લ્યો, કરો વાત! હવે આવા માર્નાસિક દ્રષ્ટિકોણમાં કોણ વિશ્વવિજેતા બની શકે?

મનોચિકિત્સક ખેલાડીને વ્યકિતગત કે ગ્રુપમાં સેલ્ફ હિપ્નોસિસ, રિલેકસેશન, કાઉન્સેલિંગ, વાર્તાલાપ જેવી અલગ અલગ પદ્ધતિથી મહઠ કરી શકે છે. એમની આનિર્ધામત સારવારથી તેના મનમાં ચાલતી રમતની પ્રક્રિયાની ધાર કાઢવામાં મદદરૂપ થઇ શકે.

Leave a Comment