ભ્રષ્ટાચારનું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ

સુખરામ ટેલિફોન કૌભાંડ, હર્ષદ મહેતાનું શેર-કૌભાંડ, ક્રિકેટમાં સૌsis, બોફોર્સનું કટકી-કાંs, શું કામ થાય છે આટલો મોટો ભ્રષ્ટાચાર? તાજેતરમાં થયેલ સર્વે પ્રમાણે દુનિયાના આશરે ૧૬ ૦ દેશોમાં ભ્રષ્ટાચારમાં ભારત પ્રથમ ૧૦ માં આવે છે. ભ્રષ્ટાચાર જો કે આખી દુનિયામાં સર્વવ્યાપી છે. પરંતુ ભારતમાં તમો ભ્રષ્ટાચાર આચર્યા વગર એક પણ કામ કરાવી ન શકો. અહીં આપણે ભારતમાં જ શું કામ આટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે, તેને વિશે ચર્ચા કરીશું. ભ્રષ્ટાચાર એ એક સામાજીક દુષણ છે. જ્યારે નીતિમત્તા નેવે મૂકાય ત્યારે ભ્રષ્ટાચારનો જન્મ થાય છે. ભ્રષ્ટાચાર એ જે તે વ્યક્તિના મનોવલણ કે માળંસકતાનું પ્રતિક કહી શકાય.

માનસશાસ્ત્રની દ્રષ્ટિએ વ્યક્તિત્વના 3 પ્રકાર ગણી શકાય. એક બાયોલોજીકલ (જૈવિક), બીજું સોશિયલ (સામાજીક) અને ત્રીજું સાયકોલોજીકલ (મનોવૈજ્ઞાનિક) વ્યકિતત્વ. બાયોલોજીકલ (જૈવિક) રીતે મનુષ્ય ભ્રષ્ટ હોવાનું હજુ સુધી સાબિત થયેલ નથી. પરંતુ સામાજીક અને મનોવૈજ્ઞાનિક પરિબળો માણસનાં વ્યકિતત્વના ઘડતરમાં ચોક્કસ ભાગ ભજવે છે.

ભ્રષ્ટાચારના અમુક ચોક્કસ કિસ્સાઓની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આવી ભ્રષ્ટ થયેલી વ્યકિતમાં એક પ્રકારની ગ્રંથિ બંધાયેલ હોય છે કે તે અન્યાયનો ભોગ બની છે. તે થંકતને સતત એક પ્રકારનો અજંપો, અસંતોષ રહેતો હોય છે. તેને એવું લાગતું હોય છે કે મારૂં શોષણ થયું છે.ભૂતકાળના આવા શોષણને તે વર્તમાનમાં ભ્રષ્ટાચારથી સરભર થતું જણાવે છે. એમાંય આવી વ્યકિત પાસે જ્યારે સત્તા આવે ત્યારે તે પોતાની ઈન્ટેલીજન્સી (આવડત) કે બુદ્ધિપ્રતિભાથી પોતાના ભ્રષ્ટાચારને વ્યવહારૂ ગણાવે છે.

માનસશાસ્ત્રનું અન્ય એક તારણ એવું પણ છે કે જ્યારે વ્યકિત તેની અંદર ખાલીપો અનુભવતી હોય કે તેને જ્યારે લાગતું હોય કે કંઈક ખૂટે છે ત્યારે તેના અંદરનાં ખાલીપાને દૂર કરવા તે ભ્રષ્ટાચાર તરફ વળે છે. ભ્રષ્ટાચાર તેની ભૂખ બની જાય છે. તે જો ભષ્ટાચાર મળે છે.

ઘણાકિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે બાળપણમાં જ્યારે વ્યક્તિને પ્રેમ, હૂંફ, લાગણી ન મળી હોય તેવી વ્યક્તિ ઘણી વખત ભ્રષ્ટાચાર તરફ વળતી જોવા મળે છે.

આમ, ભ્રષ્ટાચાર એ આપણા દેશની માનસિકતાનું પ્રતિક બની ગયો છે. અત્યારના સંજોગોમાં એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે સમાજમાં ભ્રષ્ટાચારમુકત વ્યવસ્થા જળવાઈ રહે.

Leave a Comment