હિન્દી ફિલ્મોનું મનોવૈજ્ઞાનિક પૃથ્થકરણ

“પ્યાર કિયા તો ડરના ક્યા…, પ્યાર કિયા કોઈ ચોરી નહી કી..”હું અને તમે જાણીએ છીએ કે પ્યાર કરવો એ ચોરી નથી પણ એ પણ ખરૂ કે હિન્દી ફિલ્મની જેમ સહેલાઈથી પ્યાર કરવો એ એટલું સહેલું નથી. જે વસ્તુ આપણે વાસ્તવિક જીવનમાં નથી કરી શકતા અથવા તો એ કરવી સહેલી નથી હોતી તે વસ્તુ હિન્દી ફિલ્મમાં ખૂબ સરળતાથી થતી જોઈ શકીએ છીએ. એટલે આપણને ખૂબ જ ગમે છે. સની દેઓલ કે શાહરૂખખાન એકી સાથે દસ ગૂંડાઓનો સામનો કરે છે એ આપણને જોવું ગમે છે, આપણે પણ આવા ગુંડાઓનો સામનો કરવા ઇચ્છતા હોઈએ છે. એટલે કે આ આપણી લાગણીઓનું પ્રતિબિંબ કહી શકાય.

ફિલ્મ દ્વારા આપણી લાગણીઓ એકદમ સીધી અને સરળ ભાષામાં દર્શાવવામાં આવે છે એટલે તુરંત જ આપણને ગળે ઉતરી જાય છે. આમ, જોઈએ તો દરેક ફિલ્મમાં એક હિરો, એક હિરોઈન અને વિલન હોય છે. હિરો હંમેશા સત્યની તરફેણમાં હોય તો વિલન હંમેશા ગું ડો, આવારા, ચોર, લૂચ્યો હોય અથવા તો વિલનહિરો-હિરોઈનનાં પ્રેમપ્રકરણમાં વિક્ષેપ પાગતો હોય છે. કંઈક અંશે આપણા સમાજમાં પણ આજ વસ્તુ હોય છે પરંતુ થોડા અલગ સ્વરૂપમાં.

કાયમી સામાજિક જીવનની વાત કરીએ તો આપણે હંમેશા કોઈ વ્યક્તિને હિન્દી ફિલ્મોની જેમ કયારેય સંપૂર્ણ સારો કે સંપૂર્ણ ખરાબની કેટેગરીમાં નથી મૂકી શકતા એટલે આપણે કોઈ વ્યંકતને થોડા પ્યાર તો થોડા ધિક્કારથી સ્વીકરવો પડે છે.

આપણા જીવનમાં ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે શક્ય નથી હોતી તે આપણે માત્ર સ્વપ્નમાં જ જોઈ શકીએ અથવા તો આવી ફિલ્મોમાં એવો પતિ કે પિતા કે જે તમને હંમેશા પ્રેમ જ કરે તેવું શક્ય નથી હોતું તે તમને ક્યારેક પ્રેમ તો ક્યારેક ધિક્કાર પણ કરી શકે છે.

ફિલ્મોને હંમેશા મનોરંજનની રીતે જ નિહાળવી જોઇએ. હા, ચોક્કસ સારા આદર્શોને આપણા જીવનમાં ઉતારવાની કોશિષ કરવી જોઈએ. પરંતુ કોઇપણ વસ્તુનુ આંધળુ અનુકરણનુકશાન કરતુ હોય છે. ઘણી વખત આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ કે, ‘તેરે નામ’, ‘મને પ્યાર કિયા’, ‘દિલ’ જેવાં પિક્ચર જોઈને પ્રેમી પંખીડા ભાગી જાય છે.

પરંતુ આ લોકો ભાગ પછી તેમને ખબર પડે છે કે ભાગ્યા પછીની જીંદગી ફિલ્મીહિરોહિરોઇન જેટલી સરળ નથી હોતી કે તેનો હિન્દી ફિલ્મની જેમ કાયમ સુખદ જ હોય તેવું નથી હોતું. ઘણી વખત બાળકો ખાસ કરીને ‘શકિતમાન’ જેવી સીરીયલ જોઇને તેનું અનુકરણ કરીને પોતાની જીદંગી જોખમમાં મૂકતા હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે અમુકફિલ્મ ખરેખર રીયલ લાઈફ ઉપર જ હોય છે. તેમાં જરા પણ લાગણીનો અંતરેક નથી હોતો અને અદ્દલ આપણા જીવનમાં બનતી ઘટના જ લાગે છે. આવી ફિલ્મો ટીકીટબારી ઉપરપિટાઇ જતી હોય છે, કારણ કે આપણને તો હંમેશા એવું જ જોવું ગમતું હોય છે કે જેમાં આપણી અતૃપ્ત ઇચ્છાઓ પરિપૂર્ણ થાય.

Leave a Comment