કમર દર્દનાં મનોવૈજ્ઞાનિક પાસાઓ

ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદ પ્રમાણે વાનરમાંથી માણસબન્યો છે. વાનર આમ જોઈએ તો વાંકા ચાલતા હોય છે. પરંતુ સમય અને સંજોગો બદલાતા તેની કમર ધીમે-ધીમે સીવી થતી ગઈ અને પરિણામ સ્વરૂપ આજનું આ મનુષ્ય શરીર બન્યું છે. જૂના જમાનામાં દરેક માણસ સ્વાશ્રયી હતો. દરેક માણસ પોતાનું કામ પોતે જ કરતો, જ્યાં અને ત્યાં ચાલીને જ જતો, ખેતી કરતો વિગેરે. પરંતુ જેમ જેમ આધુનિકરણ-ટેકનોલોજી વધતા ગયા તેમ-તેમ માણસનીકામ (શ્રમ) કરવાની ક્ષમતા-જરૂરિયાત-ધગશ ઓછી થતી ગઈ. અત્યારે આપણે કામ નથી કરતાં એટલે સ્નાયુઓને ચુસ્ત રાખવામાટે ચાલવા જવું, દોડવુંકે કસરત કરવી પડે છે.

જૂના જમાનામાં બહુ જૂજ પ્રમાણમાં ડોક કે કમરનાં દુ:ખાવા જોવામળતાં, પરંતુ ટેકનોલોજીને લીધે આપણે સુવિધામેળવી છેતો હેલ્થની રીતે અસુવિધા. નવી-નવી દવાઓ માર્કેટમાં આવતી જાય છે તેમ-તેમ નવા નવા રોગપણ વધતા જાય છે. વળી જૂની દવાઓ કામ કરતી ઓછી થતી જાય છે. અત્યારની આપણી જીંદગી કે આપણી લાઈફ-સ્ટાઇલમાં કંઈક એવું ખૂટે છે કે તે કમર દર્દ જેવા રોગોને આમંત્રણ આપે છે.

માનસિક ભિગમ બદલો :

ભૂતકાળને ભૂલીવર્તમાનમાં જીવો અને ભવિષ્યની ચિંતા છોડો. જીંદગીની દરેક પળને માણો. નિયા શું કરે છે કે દુનિયા શું કહેશે તેનાવિશે લાંબુ વિચારો. હંમેશાં હકારાત્મક અભિગમ કેળવો. શું કામ તમે બર્થ-ડેકેલની વર્ષગાંઠનાદિવસની ઉજવણીની રાહ જૂઓ છો? જીંદગીનાં દરેકદિવસને ઉજવો. પરિવર્તન એ કુદરતનો નિયમ છે.

માનસિક કંટાળો દૂર કરો :

એકનું એક કામ શારીરિક કરતાં માનસિક કંટાળો વધુનોતરે છે. કામની સાથે જો આનંદ ભળે તો જ કંટાળો કે થાક ન લાગે. કામની વચ્ચે-વચ્ચે બ્રેક રાખો.વિક-એન્ડમાં બહાર ફરવા જાઓ. જો તમે તમારી જાતને પૂરતો ન્યાય આપશો તો તમારી કમર ઉપર ભાર ઓછો થશે.

– એકલતા ટાળો, મિત્રો બનાવો, ગુપમાં રહેવાનું પસંદ કરો.

-જીંદગીમાં તમને મળતી રેકતકનો ઉપયોગ કરો. ગુજરાતીમાં કહેવત છે: “લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં સાફ કરવા ન જવાય.” નાનીતાની નિષ્ફળતાથી ન ડરો. નિષ્ફળતા એ માઇલસ્ટોન છે. તે તમને ઉજાગર કરે છે કે હજુ તમારે કેટલી મંજીલ કાપવાની છે.

સરખામણી કરવાનું ટાળો:

જેમ એકજ હાથની બે આંગળી કે એકજ મા-બાપનાં બે સંતાનો સરખા નથી હોતા તેમ અન્ય જેવું કે જેટલું હોવું જ જોઈએ તેવો અભિગમ બદલો. વારંવાર સરખામણી કરવાથી અને વધુ પડતી સ્પર્ધા કરવાથી તમારા મગજ ઉપર સતત ટેન્શન રહે છે જે તમારા કમર દર્દમાં વધારો કરી શકે છે.

દરેક વસ્તુ સાપેક્ષ છે :

પીઝાનો ટાવર ઢળી રહ્યો છે કારણ કે તેની આજુબાજુનાં બિલ્ડીંગ એકદમ સીધા ઉભા છે. પરંતુ જો તમે આ ટાવરને સીધો ઉભો છે તેવું માનશો તો આજુબાજુનાં બિલ્ડીંગ ઢળી રહ્યાં છે તેવું કહેવાશે. આવી સરખામણી કરીને આપણે મનમાં એક નિર્ણય કે ગાંઠ બાંધી દેતા હોઈએ છીએ.

જેમ ચારિત્ર્યનું નિર્માણ ધીમે-ધીમે થાય છે પરંતુ ચારિત્ર્ય કેવું છે તે કટોકટીનાં સમયે જ ખ્યાલ આવે છે તેમ તમારી કમર/પીઠ તમે કામ દરમિયાન કેવી રીતે વાપરો છો તેની ઉપર કમર દર્દનો આધાર રહે છે.

Leave a Comment