ડિપ્રેશન વિશે કેટલીક ખોટી માન્યતાઓ

જયારે કોઈ ડોક્ટર દર્દીને એમ કહે કે તમને “ડિપ્રેશન’ નામની બિમારી છેતો તે તુરત જ સજાગ થઈ જાય છે અને પોતાને ડિપ્રેશનનથવાના કારણોની હારમાળા રજૂ કરવા માંડે છે. આજે આપણે અહીં એવી ડિપ્રેશનને લગતું કેટલીક ગેર માન્યતાઓ રજૂ કરી છે.

મને શું કામ ડિપ્રેશન થાય છે?

મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે, જે લોકોને ટેન્શન-ચિંતા હોય તેમને જ માનસિકબિમારી થાય છે. હકીકતમાં એવું જરૂરી નથી. પરંતુ હા, ટેન્શન-ચિંતાથી તમારી બિમારી વધી જરૂર શકે છે.

ડિપ્રેશન વારસાગત હોય છે

ના, એવું જરૂરી નથી. જો તમારા માતા-પિતાને ડિપ્રેશન હોય તો તેના પુત્ર-પુત્રીમાં ડિપ્રેશન થવાની શકયતાઓ વધી જાય છે. પરંતુ જેના કુટુંબમાં કોઈને પણ આ બિમારી ન હોય તો પણ તેને ડિપ્રેશન થઈ શકે છે.

ડિપ્રેશન એટલે પાગલપણ

ડિપ્રેશન અને પાગલપણ બંને અલગ-અલગ માનસિક બિમારી છે. ડિપ્રેશનમાં દર્દીને બેચેની, ઉદાસી, અનિંદ્રા, આત્મવિશ્વાસનો અભાવ, ગભરાટ, હતાશા, કામ કરવામાં આનંદનો અભાવ જેવા લક્ષણો જોવા મળે છે. જ્યારે પાગલપણ (સાયકોસીસ) માં દર્દીને ગુસ્સો આવે, વધુ પડતું બોલવું, અસંબદ્ધ વાતો કરવી, હેમ-શંકા કરવી જેવા લક્ષણો જોવા મળે છે.

વગર દવાએ ડિપ્રેશન મટી જાય

મગજમાં થતા ન્યુરોકેમિકલ ફેરફારને કારણે ડિપ્રેશન થાય છે. આ ફેરફારોને દવા-ટીકડી કે મનોચિકત્સકની સલાહ વગર સારૂં થવું મુશ્કેલ છે. યોગ્ય સલાહ અને સારવારથી વહેલા સારું થાય છે.

ડિપ્રેશનમાં દવા લાંબો સમય લેવી પડે છે.

સામાન્ય રીતે ડિપ્રેશનનાં પ્રથમ હુમલા પછી 3 થી ૬ મહીના ક્વા લેવી જોઈએ. બીજા હૂમલામાં એકાદ વર્ષ જેવીદવા લેવી જોઈએ. પરંતુ દુર્ભાગ્યે મોટા ભાગના દર્દીઓ થોડું સારૂ થાય એટલે તુરંત જ દવા-સારવાર બંધ કરી દે છે.

ડિપ્રેશનમાં ઉંઘની દવાઓ અપાય છે.

ના, દરેક કિસ્સામાં એ સત્ય નથી હોતું. હા, શરૂઆતના તબક્કામાં દર્દીને જ્યારે ઉંઘ જ નથી આવતી હોતી ત્યારે થોડો સમય ઉંઘની દવાઓ આપવામાં આવે છે. ત્યારબાદ ધીમે-ધીમે તેને બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ માત્ર મગજનાં રસાયણોને બેલેન્સમાં રાખે તેવી જ દવા ચાલુ રાખવામાં આવે છે. જેથી કરીને દર્દીને ફરી વખતંડિપ્રેશનનો હુમલો આવતા રોકી શકાય.

સ્થળ બદલતાં ડિપ્રેશન મટી જાય છે.

ના, જે કિસ્સામાં જે-તે સ્થળ દા.ત. નોકરી કે ધંધાના સ્થળ ઉપર જો ટેન્શન હોય તો તેવું સ્થળ બદલવાથી થોડો ફાયદો થતો હોય છે. બાકી આશરે ૮૦ ટકા દર્દીમાં સ્થળ બદલવાથી કોઈપણ ફેરફાર થતો નથી. કારણ કે ડિપ્રેશન એ મગજની અંદરની બિમારી છે કે જે માત્ર સારવારથી જ મટી શકે છે.

Leave a Comment