મનોવિકારનાં ઉથલાની ચેતવણીનાં લક્ષણો

માનસિક રોગકરી વખત થવાની શકયતા રહેતી હોય છે. (જોકે, તમામ બિમારીમાં એવું નથી) કોઈપણ માનસિક બિમારી ઉથલો મારે તે પહેલાં દહીંમાં અમુક પ્રકારનાં લક્ષણો જોવા મળતાં હોય છે. જેને “વોર્નિંગ સાઇન” (ચેતવણીની નિશાની) કહે છે.

વ્યકિતની તાસીર પ્રમાણે તેનાં વર્તન, વિચારો અને મૂSમાં થતાં ફેરફારો અલગ-અલગ હોઈ શકે છે. અહીં સામાન્યપણે જોવા મળતી કેટલીક ચેતવણીની નિશાનીઓ જણાવી છે.

– વધુ પડતી કે ખોટી ચિંતા કરવી.

– બેચેની, ઉદાસી, હતાશા.

– એક જગ્યાએ ચિત્ત લગાવીને બેસી ન શકવું.

– ડર કે બીક અનુભવવી.

– વ્હેમ, શંકા, તેના વિરૂદ્ધ કાવતરાની ગંધ.

– ઉંઘમાં ફેરફાર.

– અવાજો સંભળાવા.

– સર્વિસ કે કામે જવાનું ટાળવું.

– ટેપ, ટીવી, વાંચનમાં રસ ઓછો થવો.

-અતડાપણું, હળવા મળવાનું ઓછું થવું.

-ગુસ્સો, તોડ-ફોડ

– ધ્યાન દેવાની શંક્ત ઓછી થવી.

– ભૂખ ઓછી થઈ જવી.

– વ્યસન વધી જવા/શરૂ થઈ જવા.

– વધુ પડતાં, અર્થહન વિચારો આવવા.

– આપઘાતનાવયારો આવવા.

– વધુ પડતાં આનંદ/ઉત્સાહમાં આવી જવું.

-તાકી-તાકીને જોઈ રહેવું.

– યાદશક્તિ ઓછી થઇ જવી.

– માથાનો દુ:ખાવો, માથું ભારે રહેવું.

-ચહેરાના હાવ-ભાવમાં ફરક પડી જવો.

-વધુ પડતો થાક મહેસૂસ કરવો.

– દરેક વાતમાં શંકાશીલતા.

– મનમાં ને મનમાં બબડવું.

– વિના કારણ હસવું કે રડવું.

ઉપરોકત દર્શાવેલ લક્ષણો દરેક મનોરોગીની બિમારી, રહેણી કરણી, ઉછેર, સારવાર પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. ઉપરોકત લક્ષણોને જો તમો વહેલાસર પકડી લો તો શક્ય તેટલી વહેલી તેની સારવાર ચાલું કરી શકાય, તેનું સ્ટ્રેસ/ટેન્શન ઓછું કરી શકાય, તેનાં દવાનાં ડોઝમાં ફેરફાર કરી શકાય કે જેનાથી દર્દી જલ્દીથી સાજો થાય અને દર્દની માત્રા ઓછી થઈ શકે.

વોર્નિગ સાઈન” (ઉથલાની નિશાની) કોને ખબર પડે ?

– દર્દીના નજીકનાં કુટુંબીજન.

-દર્દીના કાયમી મિત્ર.

– દર્દીના મદદ કરનાર, તમારામાં રસ લેનારને.

– દર્દીની બિમારી વિશે જાણનારને.

-ભૂતકાળમાં દર્દીની બિમારીને ઓળખનારને.

– દર્દીના મનોચિકિત્સકને.

ઉપરોકત દર્શાવેલ લક્ષણો મોટાભાગે મિત્રો, કુટુંબીજનો, આપ્તજનોને વધુ ખ્યાલ આવતો હોય છે. ઘણી વખત દર્દી પણ દર્દનો થોડો અણસાર આવી જતો હોય છે. ઘણી વખત તમને જ્યારે બિમારી થઈ તેના પહેલાંનાં થોડાં અઠવાડિયાના તમારા વર્તનનો અભ્યાસ કરશો તો તમોને ખ્યાલ આવશે કે તમારી બિમારીની “વોર્નિગ સાઈના” કઈ કઈ અને કેવી હતી, કે જેનાથી ભવિષ્યમાં તમને આવી બિમારી ફરી ઉથલો મારે તો તમે શક્ય તેટલાં જ ઝડપી સજાગ થઈ તુરંત સારવાર ચાલુ કરી શકો.

Leave a Comment