અસરકારક વાતચીત કરવાની કળા

ઘણી વખત એવું બનતું હોય છે કે તમારે જ્યારે કોઈ મોટી વ્યુત સાથે વાતચીત કરવાનો પ્રસંગ આવે ત્યારે તમે ગભરાઈ જતાં હોવ છો. તમારે તાતચીતની શરૂઆત કયાંથી કરવી તે તમને ખ્યાલ નથી આવતો. ઘણી અગત્યની વસ્તુઓ તમે કહેતા ભૂલી જાવ છો.

ચાર્લ્સ ડીસ કે જે મેરિલેન્ડ, અમેરિકા ખાતે વાતચીતને લગતી એક સંસ્થાના નિયામક છે, તેમના મત મુજબ જો તમે તમારી વાત સામેની વ્યક્તિને યોગ્ય રીતે રજૂ કરશો તો સામેની વ્યક્તિ સાથેના તમારા સંબંધો વધુ અસરકારક અને સુદ્દઢ બનશે.

અસરકારક વાતચીત માટે અહીં કેટલાક સૂચનો રજૂ કર્યા છે.

-તમારી વાતચીત શરૂ કરતાં પહેલાં ખલેલ કરતા પશ્ચાદમાંના અન્ય અવાજો ઘટાડો.

-વાતચીતની શરૂઆત સામાન્ય વિષયથી ફરો.

-જાણીતા વિષયો પર ધ્યાન આપો. જેવા કે તેના કુટુંબીજનો, વ્યંતિનો શોખ અને રસ.

-ધીમે બોલો. તમારા વાક્યો અને પ્રશ્નો ટૂંકા રાખો.

-એ વ્યક્તિ સાથે પુખ્તતાથી વાત કરો. બાળક માનીને નહિ.

-વડીલો વ્યંકતને ભૂતકાળમાં સરવાની તક આપો. એમણે ભલે કદાચ છેલ્લે આવેલ નવી ફિલ્મ ન જોઈ હોય, એમની પાસે ભૂતકાળની આહલાદક કહાણીઓ છે.

-એ વ્યકત ટૂંકા પ્રતિભાવ વ્યકત કરી શકે તેવી અગ્રતા રાખો. આમ કરવાથી નિર્ણય ઝડપથી લઇ શકાશે. અસરકારક શ્રોતા બનો. જો તમે જે કહેવામાં આવ્યું છે એ બાબતે સ્પષ્ટ ન હો તો આંખોમાં ઝાંકો અને હાવભાવ ઉકેલો. પછી અનુમાન કરો.

– સ્પષ્ટ પ્રશ્ન કરો. તમને તમારા તરફથી અને અન્ય તરફથી જે અપેક્ષા છે તેની નોંધ કરો.

-તમે જે વ્યક્તિને પૂછી રહ્યા છો એને ઉપયોગી થાય તેવી વાત કરો.

-ચોક્કસ અને કેન્દ્રિય માન્યતા સાથે પૂછો. જો તમે જ તમારા પ્રશ્ન બાબત અસહમત હો તો અન્ય કઈ રીતે સહમત થવાના?

-જો કોઈ મોટી વ્યક્તિ (વી.આઈ.પી.) સાથે તમારે વાત કરવાની હોય તો અગાઉથી હળવા બની આંખ બંધ કરી તમારી બન્નેની વાતચીતનું એક દ્રય આપોઆપ ઉપસવા દો (વિઝયુઅલાઈઝેશન). તેનાથી તમારામાં છૂપાયેલો ડર દૂર થશે.

Leave a Comment