તમારા તન-મન ઉપર કલરનું મહત્વ

વિચાર કરો કે તમો એક સુંદર મજાનાંગચ ઉપર બેઠા છો જ્યાંસુર્યાસ્તના સમયે આકાશમાં કુદરતે જાણે રંગોળી પુરી હોય તેવું સરસ દ્રશ્ય છે, કાળીયેરીના વૃક્ષોથી લીલોછમકિનારો છે, સરસ મજાનું બ્લ્યુ રંગનું પાણી છે, ખરેખર અદ્દભુત દ્રશ્ય છે.

અને હવે વિચાર કરો કે આજ દરિયાકિનારે બેઠા છો અને જો ત્યાં માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ બે જ કલર હોય તો આ દ્રયમાં તમને જરાય મજા નહીં આવે.

જીંદગીમાં જીવવા માટે કલર જરૂરી છે. કુદરતની એકેય વસ્તુ એવી નથી કે જ્યાં કલર ન હોય. આકાશ, પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, મનુષ્ય, પ્રાણી. આમ દરેક વસ્તુ કલરફૂલ છે. જાયે-અજાણ્યે આપણે આપણી જાતને કલર દ્વારા પ્રસ્તુત કરતા હોઈએ છીએ. આપણામન, મગજ અને મૂડ ઉપર પણ દરેક કલરની અલગ-અલગ અસર આવતી હોય છે. આપણું મગજ લાખોની સંખ્યામાં કલર શેષ ઓળખી શકે છે.

આપણું શરીર પણ કલરફૂલ છે. માણસનાં જન્મથી મૃત્યુ સુધી આપણે કલર સાથે નાતો હોય છે. માણસ જન્મે ત્યારે એકદમ લાલ ગુલાબી હોય છે અને મૃત્યુ પામે ત્યારે ત્યુ થઈ જાય છે. અલગ-અલગ બિમારીઓમાં પણ શરીરમાં કલર બદલાય છે. દા.ત. કમળાની પીળાશ. વૈજ્ઞાનિક રીતે કલરને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

આવેશાત્મક કલર :

લાલ, પીળો, કેસરી આ કલરથી તમારા શરીરનું ઉષ્ણતામાન વધે છે. હદયના ધબકારા, બી.પી. વધી જાય છે.

શાંત/ઠંડા કલરઃ

બ્લ્યુ, જાંબલી જેવા કલર કે જે તમને શાંતિ-શીતળતા બક્ષે છે.

મધ્યમ કલર :

લીલો જે તમને સમતોલપણું બક્ષે છે. કલર તમારી પર્સનાલિટી/સ્વભાવ કેવો છે તે પણ દર્શાવે છેઃ

– જે લોકો મળતાવડા, સામાજિક રીતે આગળ પડતા હોય તે લોકો ઓફિસ કે પsiમાં એકદમતેજ, આંખોને આંજી દે તેવા કલર વાપરતા હોય છે.

– જે લોકો અંતર્મુખી, ઓછા બોલવાના સ્વભાવવાળા હોય તે કુદરતી કલર, સફેદ કે ઓછો બદામી જેવા કલર વાપરતાં હોય છે. કલર તમારા સારા સ્વાથ્ય માટે કેવી રીતે મદદ કરી શકે ?

લાલઃ શારીરિક અશકિતનો સામનો કરે છે. જે લોકોને આ કલર નથી ગમતો તે લોકો નિસ્તેજ હોય છે.

ગુલાબીઃ મન હળવુંફૂલ બનાવે.

કેસરી: કન્ફયુઝન દુર કરે.

મરૂન : ખરાબ વિચારોને દૂર કરે. લીલો સ્ટ્રેસ-ટેન્શન દુર કરે.

કાળો: વધુ પડતાં લાગણીશીલ બનતા અટકાવે. કથ્થાઈ: અસલામતિની ભાવના દુર કરે.

ઘાટો બ્લ્યુ: નિષ્ફળતાથી બચાવે.

સફેદ: વધુ પડતા બોજથી બચાવે.

પીળો: ડિપ્રેશન દુર કરે, મનમાં શાંતિ લાવે.

આમ ડગલે ને પગલે આપણાં જીવનમાં શરીર અને મન ઉપર કલરનું મહત્વ છે. સાચું કલરનું મહત્વ તમને એવી વ્યકિત જ કહેશે કે જે ભૂતકાળમાં જોઈ શકતી હોય અને અત્યારે અંધ હોય.

Leave a Comment