માનસિક બિમારી કોણ કેટલું જવાબદાર ?

પચીસ વર્ષનો રાકેશ છેલ્લાં ત્રણેક વર્ષથી દારૂની લતે ચડી ગયો છે. લાખ કોશષ, સમજાવટ, ધાક-ધમકી, છતાં તે દારૂનથી છોડતો.તેને દારૂનું વ્યસન છોડાવવા માટે મારી પાસે લાવ્યાં છે. વિગતે તપાસ કરીને પૂછપરછ કરતાં માલૂમ પડ્યુકેરાકેશવાંપિતા પણ દારૂડિયા જ છે અને રોજ રાત્રે દારૂનાં પગ ચડાવીને જ સૂવે છે. હવે તમે જ વિચાર કરો જેનાં ઘરમાં જ દારૂની બોટલો પડી રહેતી હોય, જેના પિતા જ દારૂમાં રચ્યાપચ્યા રહેતાં હોય તેવી વ્યક્ત ક્યાંથી દારૂછોડી શકે? કહેવાનો મતલબ કે ઘરનું વાતાવરણ પણ માનસિક બિમારી-વ્યસનમાં મહત્વનો ભાગ ભજવે છે.

બાર વર્ષનો હર્ષિત વારંવાર નાપાસ થાય છે. તેના મમ્મી- પપ્પા બંશિક્ષક છે. તેની પાછળ પૂરતું ધ્યાન આપે છે. સાત શિક્ષકોનું ટ્યુશળ છે. છતાં યાદશંકતની તકલીફની ફરિયાદ આવે છે. આમાં તો આ “મેન્ટલ સબનોર્માલિટી” કે મંદબુદ્ધિ કહી શકાય. આવા બાળકોમાં હકિકતમાં બાળકનો વાંક નથી હોતો. પરંતુ તેનું મગજજપહેલેથી વિકસિત હોવાને લીધે તેને યાદ નથી રહેતું કે ઓછું રહે છે.

કેટલીકમાસબિમારી જેવી કે મેનિયા, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયામાં જો માતા પિતામાંબિમારી હોય તો બાળકમાં આ બિમારી થવાના ચાન્સ વધી જાય છે. પરંતુ દરેક વખતે એવું જરૂરી નથી હોતું કે માતા-પિતાને બિમારી હોય એટલે બાળકને આ બિમારી થાય જ. પરંતુ આ સિવાય થંક્તિના જન્મથી તેનો બાળ ઉછેર, ઘરનું વાતાવરણ, શિક્ષણ, સંજોગો, પરિસ્થિતિ બધી જ વસ્તુ જવાબદાર હોય છે.

એડજસ્ટમેન્ટડિસઓર્ડર, કન્વર્ઝનડિસઓર્ડર જેવી બિમારીમાં વ્યક્ત જે વાતાવરણમાં રહે છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે. દા.ત. ઘણી વખત નવા લગ્ન થઈને છોકરી સાસરે જાય એટલે નવા વાતાવરણમાં એડજસ્ટ થવું પડે, પરંતુ જો તે આ વાતાવરણમાં એડજસ્ટ ન થાય તો માનસિક બિમારી થઈ શકે છે.

ઘણાં કિસ્સામાં સગા/કુટુંબીજનો સતત દર્દીને ટોર્ચર કરતાં હોય છે કે તારે આવાવિયાર જ શું કામ કરવા જોઈએ, વિચારી-વિચારીને જ તેં મગજ ખરાબ કરી નાંખ્યું છે વગેરે. હકીકતમાં વિચારવાયું જેવી બિમારીમાં દર્દીને કેવાવિચારો કરવા પોતાનાં કંટ્રોલમાં નથી હોતું અને દર્દી જાણી-જોઈને આવા વિચારો નથી કરતો હોતો. કુટુંબીજનો તેને સતત સારા વિચારો કરવા કે ધાર્મિક વાંચન કરવા પ્રેરિત કરતાં હોય છે. પરંતુ બિમારીને લીધે તે આવા આધ્યાત્મિક વાંચનમાં પણ મન દઈ શકતો નથી.

આમ, માનસિક બિમારી થવાના કારણોમાં આનુવંશિકતા, બાળ ઉછેર, શિક્ષણ, વાતાવરણ, કેળવણી, આર્થિક-સામાજિક પરિસ્થિતિ, ટેન્શન, ચિંતા, કૌટુંબિક સપોર્ટ, વ્યસન જેવા ઘણાં પરિબળો ભાગ ભજવતા હોય છે. મોટાભાગની બિમારીમાં એક કરતાં વધુ પરિબળો જોવા મળતા હોય છે.

Leave a Comment